Nagpur Test: India win against Australia by an innings and 132 runs

નાગપુરમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. શનિવરે મેચના ત્રીજા દિવસે હતો ભારતનો એક ઇનિંગ અને 132 રને વિજય થયો હતો. આમ, ભારતે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યુ હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં 91 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ લીધી. ભારતે સીરીઝની પ્રથમ મેચ ત્રીજા દિવસે જીતી લીધી હતી.

અગાઉ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થયું હતું, જેમાં ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી. તેની સામે ભારતે પ્રથમ ઈનિંગમાં 400 રન બનાવ્યા હતા. ભારતના કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. ભારતની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર ટોડ મર્ફીએ તેની પહેલી જ મેચમાં સાત વિકેટ ઝડપી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા પર 223 રનની લીડ બનાવી હતી જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 91 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર પર્ફોર્મન્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર છે. આ શ્રેણી પછી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન લંડનમાં યોજાશે, જેમાં ઓસ્ટ્રેલિયાએ નંબર-1 પર રહીને પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કર્યું છે.

LEAVE A REPLY

four × 1 =