Nicola Sturgeon

સ્કોટિશ નેશનલ પાર્ટીના પૂર્વ નેતા અને સ્કોટલેન્ડના ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનની પાર્ટીના ભંડોળ અને નાણાકીય બાબતોમાં ચાલી રહેલી તપાસના સંબંધમાં રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓ સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે લડતા કાર્યકરો દ્વારા પાર્ટીને આપવામાં આવેલા £600,000ના કૌભાંડની તપાસ કરી રહ્યા છે.

પાર્ટી પ્રવક્તાએ કહ્યું હતું કે “52 વર્ષીય નિકોલા સ્ટર્જને રવિવાર 11 જૂનના રોજ પોલીસ સ્કોટલેન્ડ સાથેની ગોઠવણ મુજબ એક ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી જ્યાં તેની ધરપકડ કરી ઓપરેશન બ્રાન્ચફોર્મના સંબંધમાં પૂછપરછ કરાઇ હતી. નિકોલાએ સતત તપાસમાં સહકાર આપવાનું જણાવ્યું છે.”

આ અગાઉ પોલીસ અધિકારીઓએ 5 એપ્રિલના રોજ એડિનબરામાં સ્ટર્જનના ઘર અને SNPના હેડક્વાર્ટરની તપાસ કરી તેમના પતિ, ભૂતપૂર્વ SNP ચીફ એક્ઝિક્યુટિવ પીટર મુરેલની ધરપકડ કરી હતી. જેમને વધુ તપાસ બાકી રાખવા સાથે આરોપ વિના મુક્ત કરાયા હતા.

પોલીસે ડનફર્મલાઇનમાં મુરેલની માતાના ઘરની બહારથી લગભગ 110,000 પાઉન્ડનું લક્ઝરી મોટરહોમ પણ જપ્ત કર્યું હતું. લગભગ બે અઠવાડિયા પછી, SNP ટ્રેઝરર કોલિન બીટીની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બીટીએ થોડા સમય બાદ પાર્ટીના ખજાનચી તરીકે રાજીનામું આપ્યું. સ્ટર્જન, મુરેલ અને બીટી SNP ના ખાતા પર સહી કરવા માટે જવાબદાર હતા.

LEAVE A REPLY

three × four =