Nihal Arthanayake
Nihal Arthanayake (Photo credit should read LEON NEAL/AFP via Getty Images)

બીબીસી રેડિયો 5 લાઈવના પ્રેઝન્ટર અને લેખક નિહાલ અર્થનાયકેએ રેસીઝમના પોતાના અનુભવો વિષે જણાવ્યું હતું કે ‘’માન્ચેસ્ટરના સ્ટોકપોર્ટમાં જ્યાં હાલમાં રહુ છું તે એક મોનોકલ્ચરલ સ્થળ છે અને ખૂબ જ શ્વેત લોકો ત્યાં રહે છે અને ત્યાં લઘુમતી હોવું અસ્વસ્થ છે. વતન શ્રીલંકામાં તેઓ મારા જેવા દેખાતા લોકોને જુએ છે અને તત્કાલ જોડાય છે.’’

ટ્વિટર પર 117,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા નિહાલે ફૂડ ક્રિટીક જીમી ફામુરેવા સાથે ‘વ્હેર ઈઝ હોમ રીયલી? પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘’જાતિવાદનો મારો પહેલો અનુભવ હળવો હતો. હું વૃદ્ધ થઈને મારો વધુ સમય શ્રીલંકામાં વિતાવવા માંગીશ જ્યાં અમારી પાસે એક ઘર છે. સાંસ્કૃતિક રીતે, હું મારી જાતને શ્રીલંકન અને બ્રિટિશ અનુભવું છું. પરંતુ તે દેશમાં કંઈક છે. તે દેશની ઉર્જા કંઈક અલગ જ છે. વિમાનમાંથી બહાર નીકળવુ, પામ વૃક્ષો જોવા, પ્રકૃતિ સાંભળવી, રંગોને જોવા તે અલગ જ છે. જેની સાથે હું તરત જ જોડાઈ જઇશ.”

એસેક્સના હાર્લોમાં શ્રીલંકન માતા-પિતાને ત્યાં જન્મેલા 51 વર્ષીય અર્થનાયકેએ જણાવ્યું હતું કે ‘’મને હંમેશા મારી બ્રિટીશનેસ વિષે પ્રશ્ન કરાતો. તમે ટ્વિટર પરના કેટલા રેસીસ્ટને કહેશો કે ‘હું તમારા જેવો બ્રિટિશ છું. તમે ટ્વિટર પર રેસીસ્ટ સાથે જોડાઇ શકો નહિં. પરંતુ જ્યારે તેઓ કહેવાનું શરૂ કરે છે, ‘ઓહ, તમે બ્રિટિશ નથી, ત્યારે તમારે કહેવું પડે કે ‘ના, હું બ્રિટિશ શ્રીલંકન છું. હું જે છું તે જ છું.”

લંડનથી બીબીસી સ્ટુડિયોમાં કામ માટે સ્ટોકપોર્ટ ગયેલા અર્થનાયકે વર્ણવ્યું હતું કે “લઘુમતી બનવું અને લઘુમતી જેવું અનુભવવું એ અસ્વસ્થતાનો અનુભવ કરાવે છે. મને ક્યારેય લઘુમતી જેવું લાગ્યું નથી કે નથી એવો અહેસાસ કરાવાયો. પરંતુ લાગણી એ છે કે હું ખરેખર વિશ્વના આ ભાગમાં લઘુમતીની જેમ અનુભવું છું. તે લાગણીની કેટલીક કાળી બાજુઓ હોઈ શકે છે.”

તેમણે કહ્યું હતું કે “હાર્લો શહેરમાં વેસ્ટ હામ ફૂટબોલ ટીમના ઘણા ચાહકો હતા, જેમાંથી કેટલાક હિંસક, રેસીસ્ટ ઠગ હતા. અનુભવે મારા મન પર ડાઘો છોડ્યા છે. આજે પણ… હું ખરેખર ઈંગ્લેન્ડ વિશે ઉત્સાહિત નથી થઈ શકતો. હુ કે મારા બાળકો કદી વેસ્ટ હામ કે ટોટનહામ જઈશુ નહીં. તેના બદલે મને સંગીત ઉદ્યોગ અને હિપ હોપ વધુ આવકારદાયક લસાગ્યા છે.‘’

અર્થનાયકેએ યાદ કરતા કહ્યું હતું કે “હું 11 કે 12 વર્ષનો હતો ત્યારે ડબ્લ્યુએચ સ્મિથમાં હતો ત્યારે બે – ત્રણ સ્કિનહેડ્સે મારી પાસે આવીને કહ્યું હતું કે ‘શું તું પા*** છો? મેં તે શબ્દ પહેલાં ક્યારેય સાંભળ્યો ન હોવાથી ‘ના’ કહેતાં તેઓ ‘ઓહ, ઓકે’ કહી ચાલ્યા ગયા હતા. તે વખતે હું નારાજ નહોતો થયો તેઓ નિરાશ થયા હતા.”

LEAVE A REPLY

3 × 1 =