ફાઇલ ફોટો (Photo by HANNAH MCKAY/POOL/AFP via Getty Images)

વડા પ્રધાન બોરિસ જૉન્સને તા. 12ને સોમવારે જણાવ્યું હતું કે તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના અનુગામી બનવા માટે નેતૃત્વની રેસમાં કોઇ એક ઉમેદવારને પોતાનું સમર્થન આપીને અન્ય ઉમેદવારની શક્યતાને નુકસાન પહોંચાડવા માંગતા નથી.

તેમણે કહ્યું હતું કે ‘’હું કાર્યકાળના અંતિમ સપ્તાહમાં 2019ની સામાન્ય ચૂંટણીના મેનિફેસ્ટોના તેમના જીતેલા વચનો પૂરા કરવા માટે કટિબદ્ધ છું. આ પરિસ્થિતિમાં વડા પ્રધાનનું બંધારણીય કાર્ય જનાદેશનું પાલન કરવાનું છે જે ચાલુ રાખવાનો છું. અમને જે આદેશ આપવામાં આવ્યો હતો તે પહોંચાડવા માટે હું સંકલ્પબદ્ધ છું. મને ખાતરી છે કે પરિણામ સારું આવશે.”