વડતાલ ધામ-પિનર યુકે દ્વારા લંડન ખાતે વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું પિનર સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે હરિભક્તો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે વડતાલથી સ્વામી ભક્તિપ્રકાશદાસજી, સ્વામી સર્વમંગલદાસજી તથા ગઢપુરથી સ્વામી છપૈયાપ્રકાશદાસજી પધાર્યા છે.

આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશિર્વાદથી ભાવી આચાર્ય શ્રી નૃગેદોરપ્રસાદજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સ્વામી છપૈયાપ્રકાશદાસજી કર્ણપ્રિય સુમધુર શૈલીમાં સંગીતની સુરાવલી સાથે તા. 21 થી 27 સુધી વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર (SSAUSM – UK) બ્રિડલ રોડ, ઈસ્ટકોટ, પિનર, લંડન, HAS 2SH ખાતે પુરુષોત્તમ પ્રકાશ કથા પારાયણ કથાનું રસપાન કરાવશે.

આ દિવ્ય મહોત્સવમાં કથાશ્રવણ, દેવોના દર્શન, અન્નકુટ દર્શન સાથે ધર્મકુળ પરીવાર સહિત પધારેલા સંતોના આશિર્વાદનો લાભ મળશે.

લંડન એરપોર્ટ પર સંતોનું સ્વાગત કરવા શ્રી હેમંતભાઈ, નારણભાઈ ખીમજીભાઈ, ઘનશ્યામભાઈ, ગોરધનભાઈ, ભીમજીભાઈ, ભાવેશભાઈ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંપર્ક: ફોન 020 3972 2274 – www.SWAMINARAVAN.CC

LEAVE A REPLY