Dowden is a media performer and fixer of Sunak

જૉન્સનના ઉદય અને પતનમાં મુખ્ય વ્યક્તિ હતા અને દેશભક્ત તરીકે ઓળખાતા 44 વર્ષીય ડાઉડેને આ અગાઉ બોરિસ જૉન્સન કેબિનેટમાં કલ્ચરલ સેક્રેટરી તરીકે સેવાઓ આપી હતી. તેઓ જૉન્સનના પૂર્વ સલાહકારો ડોગી સ્મિથ અને મુનિરા મિર્ઝાના નજીકના મિત્ર છે.

2019 સમરમાં જ્યારે જૉન્સનને લીડરશીપ બિડમાં સમર્થન આપ્યું ત્યારે ઋષિ સુનક, તેમને અને રોબર્ટ જેનરિકને થ્રી મસ્કિટિયર્સ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. પરંતુ ડાઉડેને ગયા વર્ષે જૂનમાં પેટાચૂંટણીમાં અપમાનજનક પરાજયને પગલે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ જૉન્સન સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

ડાઉડેન હંમેશા સુનકના રાજકીય સાથી રહ્યા છે અને ગયા વર્ષે ટોરી લીડરશીપની બંને રેસમાં તેમનું સમર્થન કર્યું હતું. ભૂતપૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને તેમના વિશે કહ્યું હતું કે “તે ઋષિ સુનકની કેબિનેટમાં મુખ્ય ફિક્સર છે.”

ડાઉડેને અને સુનકે 2015માં સંસદમાં પ્રવેશ કર્યો હતો અને તેમની બંનેની માતાઓ પણ ફાર્માસિસ્ટ હતાં. સુનકની માતા પોતાની માલિકીનો સ્ટોર ધરાવતા હતા, જ્યારે ડાઉડેનની માતા સ્થાનિક બૂટ્સમાં કામ કરતા હતા. ડાઉડેનના પિતા વોટફર્ડમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતા અને ડાઉડેન સ્ટેટ સ્કૂલમાં ભણેલા કેટલાક કેબિનેટ મિનિસ્ટર્સ પૈકીના એક છે. ડાઉડેનને રાજનીતિ તેમની માતા તરફથી મળી હતી.

ડાઉડેન કામદાર-વર્ગની પૃષ્ઠભૂમિમાંથી આવતા થેચરિઝમના ચેમ્પિયન છે અને એક કુશળ મીડિયા પરફોર્મર છે. તેઓ પોતાના તીવ્ર પોલિટીકલ એન્ટેના માટે જાણીતા છે. ડેવિડ કેમરન તેમને અંડરટેકરનું ઉપનામ આપ્યું હતું તો તેમનું બીજું ઉપનામ ઓલિવ 2005માં મજાક તરીકે શરૂ થયું હતું.

LEAVE A REPLY

sixteen + seventeen =