. (Photo by Sujit Jaiswal / AFP) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે પ્રતિષ્ઠ ઓસ્કાર કમિટીના સભ્યો તરીકે સામેલ થવા માટે બોલીવૂડ અભિનેત્રી કાજોલ, જય ભીમ જેવી ફિલ્મોથી ભારતભરમાં જાણીતા થયેલા તમિલ સ્ટાર સૂર્યા, ફિલ્મ નિર્માતા-લેખક રીમા કાગતી, ગુજરાતી અમેરિકન પાન નલિન સહિતના ભારતના આર્ટીસ્ટને આમંત્રણ આપ્યું છે. એકેડમીએ નવા સભ્યોની જાહેરાત મંગળવાર, 28 જૂને કરી હતી.

આ સભ્યોને આવતાં વર્ષના ઓસ્કર એવોર્ડ માટે મતદાન કરવાનો અધિકાર મળશે. ઓસ્કરનું સંચાલન કરતી એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા વિશ્વભરની ૩૯૭ કલાકારો અને એક્ઝિક્યુટિવને કમિટીમાં સ્થાન અપાયું છે.

એકડમી ઓફ મોશન પિકચર આર્ટસ એડ સાયન્સ દ્વારા આ વરસે આમંત્રિત કરવામાં આવેલા ૩૯૭ નવા સભ્યોમાં અભિનેત્રી કાજોલ, સૂર્યા ઉપરાંત ભારતના ફિલ્મ નિર્માતા સુષ્મિત ઘોષ, રિટું થોમસ, રીમા કાગતી અને પાન નલિનનો સમાવેશ છે. મૂળ ગુજરાતી અમેરિકન ડિરેક્ટર પાન નલિનનો પણ આ કમિટીમાં સમાવેશ થયો છે. એક દાવા અનુસાર તેઓ કદાચ આ કમિટીમાં સ્થાન મેળવનારા પહેલા ગુજરાતી છે. આદિત્ય સૂદ અને પીઆર એન્ડ માર્કેટિંગ પ્રોફેશનલ સોહિણી સેનગુપ્તાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સૂર્યા અને કાજોલનો એક્ટર તરીકે સમાવેશ કરાયો છે. તલાશ અને ગલી બોય જેવી ફિલ્મોના રાઈટર રીમા કાગતીને ફિલ્મ રાઈટર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. સુષ્મિત ઘોષ અને રિંટુ થોમસની ડોક્યુમેન્ટરી રાઈટિંગ વીથ ફાયર ઓસ્કરમાં આ વર્ષે ડોક્યુમેન્ટરી કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. તેમને એ કેટેગરીમાં જ આ કમિટીમાં સ્થાન અપાયું છે.

ભારતમાંથી આ પહેલાં એ. આર. રહેમાન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, વિદ્યા બાલન, આમીર ખાન, સલમાન ખાન, અલી ફઝલ ઉપરાંત આદિત્ય ચોપરા, ગુનપ્રીત મોંગા, એકતા કપૂર અને શોભા કપૂર આ કમિટીમાં સ્થાન મેળવી ચૂક્યાં છે.