પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનને સરકારી ભેટ-સોગાદો (તોશાખાના) વેચવાના કેસમાં ઈસ્લામાબાદની કોર્ટે શનિવારે ત્રણ વર્ષની જેલ સજાની સાથે રૂ. એક લાખનો દંડ ફટકાર્યો છે. આ સજાની સાથે તેના પર પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો છે.
થોડા દિવસો અગાઉ ઈમરાન ખાને તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પીટિશનમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. 70 વર્ષીય ઇમરાન ખાનને તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 10 મેના રોજ અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હુમાયુ દિલાવર દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેમણે કેસની સ્વીકાર્યતા અંગેના વાંધાઓને ફગાવ્યા હતા.

LEAVE A REPLY

fifteen − nine =