યુકેમાં ફરીથી કોરોના વાઇરસ સક્રીય થયો છે. આ નવા વાઇરસને EG.5.1 નામ અપાયું છે. આ નવો વેરિયન્ટ ગત મહિને યુકેમાં પ્રથમવાર જોવા મળ્યો હતો અને ત્યારથી દેશમાં દરરોજ તેના નવા કેસ સતત સામે બહાર આવી રહ્યા છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી(UKHSA)ના જણાવ્યા મુજબ આ નવો વેરિયન્ટ જૂન મહિનામાં પ્રથમવાર જોવા મળ્યો હતો અને હવે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુકેમાં કેસ વધારો નોંધાયા પછી 31 જુલાઈએ તેને એક નવા વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવ્યો હતો. UKHSAના રેસ્પિરેટરી ડેટામાર્ટ સીસ્ટમમાં નોંધાયેલા 4396 શ્વાસના નમૂનામાંથી 5.4 ટકામાં કોવિડ-19 જોવા મળ્યો હતો જ્યારે છેલ્લા રીપોર્ટમાં આ આંકડા 4403માંથી 3.7 ટકા હતા.

UKHSAના ડો. મેરી રામસેએ કહ્યું કે, અમને આ અઠવાડિયાના રીપોર્ટમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો હતો. હોસ્પિટલોમાં વૃદ્ધ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જોકે, અત્યારે દર્દીઓના દાખલ થવાની સંખ્યા ઘટી છે અને અમને અત્યારે દર્દીઓને ICUમાં દાખલ કરવાની સંભાવના નથી લાગતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ આ નવા વેરિયન્ટ પર બે અઠવાડિયા પહેલા જ નજર રાખવાનું શરૂ કર્યું હતું. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમે પણ જણાવ્યું હતું કે, રસીના કારણે લોકો ઘણા સુરક્ષિત છે, પરંતુ કોઈપણ દેશે કોરોના સામેની પોતાની લડાઈ અને સતર્કતા ઘટાડવી જોઇએ નહીં.

 

LEAVE A REPLY

two × 2 =