Paris Olympics-2024: 32 lakh tickets sold in the first phase

પેરિસમાં આવતા વર્ષે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટેની 32 લાખ 50 હજારથી વધુ ટિકિટો પ્રથમ તબક્કામાં વેચવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર જ ટિકિટોનું કોઈ એક પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિકસ્તરે વેચાણ કરવામાં આવ્યું છે. આ ટિકિટો ખરીદવા માટે 158 દેશો અને પ્રદેશોમાંથી રમતપ્રેમીઓએ તેમના નામ નોંધાવ્યા હતા.

32 લાખ 50 હજાર ટિકિટો ત્રણ અઠવાડિયામાં વેચાઈ હતી, જે આંકડો આયોજકોની અપેક્ષા કરતાં ઘણો વધુ છે. હવે બીજો તબક્કો 15 માર્ચથી 20 એપ્રિલ સુધીનો રહેશે. જે લોકોના નામની એમાં પસંદગી કરાશે તેઓ 11 મેથી ટિકિટ ખરીદી શકશે. બાકીની ટિકિટો 2023ના અંતભાગ અને 2024ની શરૂઆતમાં વહેલો-તે-પહેલો ધોરણે ઉપલબ્ધ કરાશે.

જ્યારેક ઉદઘાટન સમારંભ યોજાશે ત્યારે તેની કુલ 70,000 ટિકિટો બીજા તબક્કામાં વેચાણ માટે મૂકાશે.
33મી ઓલિમ્પિક ગેમ્સ આવતા વર્ષે 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ઉદઘાટન સમારંભ તથા જુદી જુદી ગેમ્સની સ્પર્ધા પેરિસ અને સ્ટેડ ડી ફ્રાન્સ શહેરમાં યોજાશે.

LEAVE A REPLY

20 + two =