બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનને તેમના પોતાના સ્વતંત્ર નૈતિક સલાહકાર દ્વારા એ સમજાવવાની ફરજ પડી છે કે શા માટે તેઓ માનતા હતા કે સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા તેમને ફટકારવામાં આવેલ ‘પાર્ટીગેટ’ દંડની સજા દેશના પ્રધાનપદની આચાર સંહિતાનો ઉલ્લંઘન કરતી નથી.
વડા પ્રધાન સાથે સલાહકાર તરીકે સીધા સંકળાયેલા લોર્ડ ક્રિસ્ટોફર ગીડે તાજેતરમાં જાહેર કરેલા મંત્રાલયના હિતો અંગેના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, મેટ્રોપોલિટન પોલીસ દ્વારા જૂન 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જન્મદિનની પાર્ટીમાં કોવિડ લોકડાઉનના નિયમના ઉલ્લંઘન મુદ્દે ઇસ્યુ કરવામાં આવેલી નિશ્ચિત દંડની નોટિસ અંગે ‘કાયદેસર પ્રશ્ન’ ઊભો થયો છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જોન્સને તેમની સામેના કેસને જાહેરમાં રજૂ કરવો જોઇએ.
ગીડને સ્પષ્ટતા કરતા પત્રમાં જોન્સને જણાવ્યું હતું કે, ‘મેં એ બાબત ધ્યાનમાં લીધી ન હતી કે જે સંજોગોમાં મને નિશ્ચિત દંડની નોટિસ મળી હતી તે નિયમોની વિરુદ્ધ હતી.’ આ પત્ર પછી જાહેર થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં પરિણામ સ્વીકાર્યું છે અને કાયદાકીય જરૂરીયાતોનું પાલન કરીને તે દંડને ચૂકવ્યો છે. નિશ્ચિત દંડ ચૂકવવો એ ગુનાઇત સજા નથી.’ વડા પ્રધાનના સલાહકારો સાથે વારંવાર ચર્ચા કરી હોવા અંગેના તેમના રીપોર્ટમાં પણ ગીડે ટીકા કરી હતી કે તેમણે ‘પોતાની જ’ પ્રધાનપદની આચારસંહિતા હેઠળ તેમની જવાબદારીઓ પર જાહેર ટિપ્પણી કરવી જોઈએ, જેના ઉલ્લંઘનને કારણે સામાન્ય રીતે પ્રધાનને રાજીનામુ આપવું પડતું હોય છે.
એક મીડિયા રીપોર્ટ અનુસાર જેઓ આ મામલે રાજીનામુ આપવાના હતા તે વડા પ્રધાનના સલાહકારે જણાવ્યું હતું કે, ‘તેમની સલાહ ધ્યાનમાં લેવામાં આવી નથી અને, ડાઉનિંગ સ્ટ્રીટમાં ગેરકાયદે પાર્ટીના અંગેના આક્ષેપો સામે વડા પ્રધાને પ્રધાનપદની આચારસંહિતાનો જાહેરમાં એક પણર ઉલ્લેખ કર્યો નથી.
જ્યારે જોન્સને તેમના પગલાંનો બચાવ કર્યો છે અને ઓફિસો વચ્ચે ‘વાતચીતની નિષ્ફળતા’ પર મંત્રાલયની આચારસંહિતાના જવાબમાં વિલંબને દોષિત ઠેરવ્યો છે, જે તેમના નેતૃત્વ સામે અસંતોષનું ઓછુ પરંતુ સ્થિર દબાણ દર્શાવે છે.
પાર્લામેન્ટમાં તેમના પોતાના કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સભ્યોએ ‘પાર્ટીગેટ’ અંગેની તેમની કાર્યવાહીની જાહેરમાં ટીકા કરી છે અને ઘણાએ તેમને નેતૃત્ત્વ અને વડા પ્રધાન પદ છોડવા માટે પણ અનુરોધ કર્યો છે.