ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપતા પક્ષના આતંરિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી તેમણે રાજીનામું આપ્યું છે તેવી અટકળો ચાલી રહી હતી. ભાજપ કાર્યાલય-કમલમમાંથી પ્રતિબંધ અને વનવાસની ચાલેલી ચર્ચાઓ વચ્ચે મોટો ખુલાસો થયો છે કે પ્રદેશ પ્રમુખની સૂચનાથી સાત દિવસ અગાઉ જ તેમણે રાજીનામું આપી દીધું છે.

પ્રદીપસિંહે એક ચર્ચામાં કહ્યું હતું કે, હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કમલમમાં આજે પણ જવાનો છું અને કાલે પણ જઈશ, એ મારું બીજું ઘર છે. કહેવાય છે કે, જમીન કૌભાંડને અંગે ભાંડો ફૂટતા તેમનું રાજીનામું લેવાયું છે. પાર્ટીમાં કૌભાંડની અને અનેક બીજી ફરિયાદ મળી હતી, જેમાં પાર્ટીના કેટલાક નેતા અને કાર્યકરોને અવગણવાની ફરિયાદ પણ મળી હતી. આ ફરિયાદો દિલ્હી સુધી પહોંચતા ત્યાંથી રાજીનામું લઈ લેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY