નારાયણ સેવા સંસ્થાન યુકે (લેસ્ટર)ના ટ્રસ્ટી ડૉ. પ્રમોદ મોરારજી પટેલનું 26મી નવેમ્બર, 2022ના રોજ લેસ્ટરમાં તેમના પરિવારજનોની ઉપસ્થિતીમાં જિનેશ્વર ભગવાનના સ્મરણ સાથે 82 વર્ષની વયે શાંતિપૂર્ણ રીતે અવસાન થયું હતું.

ડૉ. પ્રમોદભાઇનો જન્મ 1940માં ભારતના કાલાવડમાં થયો હતો. તેમણે 1967માં જયાબેન હંસરાજ મહેતા સાથે લગ્ન કર્યા હતા અને તેજ વર્ષે ટાન્ઝાનિયા ગયા હતા. જ્યાં 38 વર્ષ સુધી ફિઝિશિયન તરીકે સેવા આપી હતી. નિવૃત્ત થયા બાદ તેઓ 17 વર્ષથી લેસ્ટરમાં રહેતા હતા.

તેઓ જૈન સમાજ લેસ્ટર અને 2013થી નારાયણ સેવા સંસ્થાન યુકેના ટ્રસ્ટી હતા. આ ઉપરાંત તેમણે એજ યુકે, હિંદુ મંદિર, લાયન્સ ક્લબ વગેરે સંસ્થાઓમાં યોગદાન આપ્યું હતું.

પરિવાર માટે સમર્પિત ડૉ. પ્રમોદભાઇ પત્ની હંસાબેન, બાળકો ઉષ્મા અને દર્શન તેમજ વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. નારાયણ સેવા સંસ્થાન યુકે અને ભારતના ટ્રસ્ટીઓ અને  અગ્રણીઓ દ્વારા તેમને શ્રધ્ધાજલિ અપાઇ હતી.

તેમની પ્રાર્થના સભા મંગળવાર 29મી નવેમ્બરે સાંજે 8 વાગ્યાથી જૈન સેન્ટર લેસ્ટર ખાતે યોજાઇ હતી. અંતિમ સંસ્કારની વિગતો માટે સંપર્ક: દર્શન પટેલ: 07504 458 048.

LEAVE A REPLY

five × one =