(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત રૂ.100 કરોડના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી અહીં એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. મોદીએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણરાજ્યપાલ મંગુભાઈ પટેલ અને કેન્દ્રીય પ્રધાન વીરેન્દ્ર કુમારની હાજરીમાં બડતુમા ગામમાં ‘ભૂમિ પૂજન‘ કરીને શિલાન્યાસ કર્યો હતો.  

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છેત્યારે ભાજપ શાસિત રાજ્યમાં વડાપ્રધાનની એક મહિનામાં આ બીજી મુલાકાત હતી. આ બે કાર્યક્રમો સાથે ભાજપ સમરસતા યાત્રાઓનું સમાપન થયું હતું.. ભાજપ રાજ્યમાં ચૂંટણી પહેલા દલિતોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ યાત્રાઓ 25 જુલાઇ ચાલુ થઈ હતી. ભગવા પાર્ટી દલિતોમાં પોતાનો જનાધાર મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. થોડા સમય પહેલા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે સતના જિલ્લાના પવિત્ર શહેર મૈહરમાં 3.5 કરોડ રૂપિયાનું સંત રવિદાસ મંદિર બનાવ્યું હતું.

LEAVE A REPLY

1 × 2 =