બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ હેરીએ 2019માં સ્થાયી ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન- ટ્રાવેલિસ્ટમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટસ મુજબ, તેમણે ઔપચારિક રીતે તેમની બ્રિટિશ રેસિડેન્સીનો ત્યાગ કરીને અમેરિકા પોતાનું નવું ઘર હોવાનું જાહેર કર્યું હતું. કેટ મિડલટને પોતાને કેન્સર હોવાનું જાહેર કર્યા પછી 39 વર્ષીય ડ્યૂક ઓફ સસેક્સે પ્રથમવાર જાહેર ટિપ્પણી કરી હતી. ડોક્યુમેન્ટ્સના આધારે ડેઇલી મેઇલના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીઝ હાઉસ દ્વારા પ્રકાશિત ડોક્યુમેન્ટ્સમાં આ નિવાસી દરજ્જામાં ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં હેરીના નવા દેશ અને રાજ્યના સામાન્ય નિવાસી તરીકે હવે યુકેના બદલે યુએસએનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

લંડનમાં અમેરિકન એમ્બેસેડર દ્વારા અગાઉ એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે, પ્રેસિડેન્ટ જો બાઇડેનના શાસન દરમિયાન તેમને દેશનિકાલ કરવામાં આવશે નહીં.
તાજેતરની આ ઘટના અમેરિકન સરકાર પર હેરીના વિઝા રેકોર્ડ્સ જાહેર કરવા માટે વધી રહેલા દબાણ વચ્ચે બહાર આવી છે. હેરિટેજ ફાઉન્ડેશન સહિતના એડવોકસી ગ્રુપ્સે આ બાબતે પારદર્શકતા દાખવવા માટે દબાણ કર્યું હતું.
આ ઉપરાંત, કાઉન્સેલર ઓફ સ્ટેટ તરીકે સેવા આપવા માટે હેરીની યોગ્યતા અંગે પ્રશ્નો ઊભા થયા છે, જે રાજવી પરિવારના પસંદગીના સભ્યો માટેનું નક્કી કરેલું પદ છે, જેઓ ચોક્કસ સંજોગોમાં રાજાની નિયુક્તિ કરી શકે છે. પ્રિન્સ હેરી તેમના રહેઠાણના નવા દરજ્જા સાથે, યુકેની નાગરિકતા જાળવી રાખવા માટે કાઉન્સેલર્સ ઓફ સ્ટેટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેઓ માપદંડને પૂર્ણ કરે છે કે નહીં તે અંગે ચિંતાઓ ઊભી થઈ છે.
વધુમાં, સોમવારે કોર્ટના નિર્ણયે એ ચૂકાદાને સમર્થન આપ્યું હતું કે, હેરી બ્રિટનની મુલાકાત દરમિયાન તેની વ્યક્તિગત સુરક્ષામાં થયેલા ઘટાડાનો વિરોધ કરી શકે નહીં.
2020માં બ્રિટિશ સરકારે તેમને જાણ કરી હતી કે, તેઓ જ્યારે યુકેની મુલાકાતે હોય ત્યારે તેમને જાહેર ભંડોળમાંથી મળતી સુરક્ષા ઘટાડવામાં આવશે.
2020માં, હેરી અને મેઘને અમેરિકામાં વસવાટ શરૂ કર્યો હતો અને તેઓ તેમના બે બાળકો સાથે કેલિફોર્નિયામાં રહે છે.

LEAVE A REPLY

one + 2 =