વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, ભારત તેની વિવિધતામાં તાકાત શોધી રહ્યું છે અને એકવીસમી સદીની પ્રસિદ્ધ વૈશ્વિક શક્તિઓમાંના એક તરીકે તેની ભૂમિકાને સ્વીકારી રહ્યું છે. ભારતમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ એક મહત્વાકાંક્ષી અને ઉદ્યોગસાહસિક દેશ દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે. તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દેશમાં કનેક્ટિવિટી સુધારી રહ્યું છે અને વધતી જતી કામ કરતા લોકોની વસ્તી સંપત્તિના સર્જકો અને ગ્રાહકોની ગતિશીલ પેઢી બને છે. ભારતીય કંપનીઓ પણ વૈશ્વિક સ્તરે વિસ્તરણ અને રોકાણ કરી રહી છે તથા વિદેશી બજારોમાં રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિને સમર્થન આપી રહી છે.

વિશ્વના નેતાઓ એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ભારતના મહત્વને યોગ્ય રીતે જુએ છે. યુકે ભારત સાથેના તેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. ઘણા વર્ષોથી યુકે ભારત સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવામાં મોખરે રહ્યું છે અને છેલ્લા એક દાયકામાં અમારી સંબંધિત સરકારોએ અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કર્યા છે.

યુકે અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વાર્ષિક £25 બિલિયનથી વધુનો થયો છે અને ભવિષ્યમાં તેમાં ઘણો વધારો થવાની સંભાવના છે. દ્વિપક્ષીય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો ચાલી રહી છે અને બંને દેશો તેને સુરક્ષિત કરવા સખત મહેનત કરી રહ્યા છે. યુકેમાં અમારી પાસે 900થી વધુ ભારતીય બિઝનેસીસ છે જે અમારી અર્થવ્યવસ્થામાં નોકરીઓ અને રોકાણને ટેકો આપે છે.

પરંતુ અમારો સંબંધ વેપાર, વ્યાપાર અને અર્થશાસ્ત્ર કરતાં ઘણો વધારે છે. અમે આરોગ્ય, ઉર્જા, ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા, શિક્ષણ, સંશોધન અને સુરક્ષામાં નવી ભાગીદારી મેળવી છે. અમારી પાસે મજબૂત સાંસ્કૃતિક અને પારિવારિક સંબંધો છે જે ઊંડા થઇ રહ્યા છે.

યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાના 1.5 મિલિયન સભ્યો ભારતની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં જોડાશે જેમના વારસા અને મૂલ્યો પર ગર્વ છે. આ વર્ષગાંઠ આપણા સમાજ અને અર્થતંત્રના તમામ ભાગો માટે આપેલા અતુલ્ય યોગદાનની પણ યાદ અપાવે છે.

એક ગૌરવપૂર્ણ બ્રિટિશ-ભારતીય તરીકે, હું ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરીશ અને ગતિશીલ, ઉત્તેજક અને સમૃદ્ધ ભાવિ ભારત પોતાના માટે અને યુકે-ભારતના સંબંધોને મજબૂત કરવા માટે આગળની તકોનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે તેની રાહ જોઈશ.

  • પ્રીતિ પટેલ, હોમ સેક્રેટરી, એમ.પી