. (Photo by Rich Fury/Getty Images for dcp)

લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાને હોલીવૂડમાં એક નવી ફિલ્મની ઓફર મળી છે. આ ફિલ્મમાં તે પંજાબી યુવતીનો રોલ ભજવશે. હોલીવૂડ અભિનેત્રી મિડી ક્લિંગના પિતરાઈના રોલમાં તે દેખાશે. આ અંગે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન મિંડી કલિંગે પ્રિયંકાની નવી હોલીવૂડ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.

તેણે જણાવ્યું હતુ કે, હું અને પ્રિયંકા આવનારા સમયમાં એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળીશું. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મારી કઝીન સિસ્ટરની ભૂમિકામાં દેખાશે. એટલું જ નહીં તે પંજાબી યુવતીનું પાત્ર ભજવી રહી છે. મારો રોલ પણ આ ફિલ્મમાં ઇન્ડિયન અમેરિકન બંગાળી મૂળની યુવતી પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા ભારતમાં ધામધૂમથી થતા લગ્ન પર આધારિત છે. મિંડીએ જ આ ફિલ્મની વાર્તા લખી છે. જેમાં તેણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક પણ દર્શાવી છે. હોલીવૂડમાં સામાન્ય રીતે વાર્તામાં એશિયન પાત્રની જ્યાં જરૂર હોય ત્યાં ભારતીય કલાકારોને રોલ આપવામાં આવે છે. તેમને તેમની અભિનય ક્ષમતા નહીં પરંતુ વંશીયતા કે વર્ણના આધારે રોલ મળે છે. થોડા સમય પહેલાં અભિનેતા આદર્શ ગૌરવે પણ આ બાબતે વાંધો ઉઠાવતાં કહ્યુ હતું કે તેને ફિલ્મોમાં એક જ પ્રકારના એશિયન પાત્રોના રોલ ઓફર થઈ રહ્યા છે પરંતુ તે એવા રોલ સ્વીકારવાનો નથી.