અગાઉ પંજાબી પરિવારોમાં એવી વલણ જોવા મળતું હતું કે, માતા-પિતા તેમના બાળકોને વિદેશમાં સ્થાયી કરવા માટે જમીન-મકાન વેચતા હતા. પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. અત્યારે માતા-પિતા પોતાની 18-19 વર્ષની દીકરીઓને વિદેશમાં શિક્ષણ અપાવવા માટે આર્થિક રીતે મદદ કરી શકે તેવા વરને શોધે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ મેરેજ બ્યૂરો દ્વારા એવી પોસ્ટ અને મેસેજીસ ફરતા જોવા મળ્યા છે કે, જેમાં લખ્યું હોય છે કે, “દીકરીને સ્ટુડન્સ વિઝા મળી ગયા છે, પેકેજ રૂ. 25 લાખ, રસ ધરાવનાર પરિવારો પૂછપરછ કરી શકે છે.”
આ પેકેજોમાં, દીકરીના સ્ટુડન્ટ વિઝા સાથે સંકળાયેલા ખર્ચ, લગ્નનો ખર્ચ, કોર્ટ રજિસ્ટ્રેશન, મુસાફરી અને અન્ય પરચૂરણ ખર્ચનો સમાવેશ થાય છે. આવી લગ્ન વિષયક જાહેરાતોમાં ચેક આપવા અથવા જામીન તરીકે વરરાજાના પરિવાર સાથે જોડાયેલી મિલકતનો ઉપયોગ કરવા જેવી પદ્ધતિઓ દ્વારા ભંડોળની સુરક્ષાની ખાતરીનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

આ પ્રકારના વધતા વલણ બાબતે સ્થાનિક મેરેજ બ્યૂરોના સંચાલકે જણાવ્યું હતું કે, અગાઉ આ પ્રકારની વ્યવસ્થા સમજણથી કરવામાં આવતી હતી, જેમાં ઇમિગ્રેશન એજન્ટ અથવા IELTS સેન્ટરના વડાઓ જેવા મધ્યસ્થીઓ સામેલ હતા, તેઓ તેમની ભૂમિકા ભજવવા બદલ કમિશન લેતા હતા. જોકે, હવે તેમાં પરિવર્તન આવ્યું છે અને હવે પરિવારો જાહેરમાં મેરેજ બ્યૂરો સાથે સંભવિત જીવનસાથી શોધવા માટે જોડાઇ રહ્યા છે, જેઓ તેમની દીકરીઓના વિદેશમાં અભ્યાસ માટે ભંડોળ આપી શકે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ લગ્નવિષયક ગ્રુપોમાં આવી ઘણી પોસ્ટ જોવા મળે છે. “સંતાનો માટે વિદેશમાં સ્થાયી થવાની તકો નિશ્ચિત કરવાનું વલણ વધી રહ્યું છે. અમારી પાસે લગ્ન અંગેની જે પૂછપરછ આવી રહી છે તેમાંથી લગભગ 90 ટકા યોગ્ય NRI દીકરા કે દીકરીઓ સંબંધિત હોય છે.”

એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા આ વલણનો ખૂબ જ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને વિદેશમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તેને ઉજાગર કરી રહ્યા છે. તે એવા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરે છે, કે જેઓ, અભ્યાસ માટે વિદેશમાં ગયા હોવા છતાં, ઘણીવાર તેમને નોકરી વગર રહેવું પડે છે.

LEAVE A REPLY

11 − 5 =