કેનેડામાંથી આ વર્ષે ભારતીય નાગરિકોની રેકોર્ડ સંખ્યામાં હકાલપટ્ટી કરવામાં આવી હતી, જે ગત વર્ષ કરતાં સૌથી વધુ હતી. આ વર્ષના પ્રથમ દસ મહિનામાં, કેનેડિયન બોર્ડર સર્વિસીઝ એજન્સી (CBSA) દ્વારા કુલ 18,969માંથી 2,831 ભારતીયોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. 2025ના પ્રથમ દસ મહિનાનો આ આંકડો ગત વર્ષે હકાલપટ્ટી કરાયેલા 1,997 ભારતીયો કરતા 41 ટકા વધારે હતો. અગાઉની તુલનાએ 2019માં 11,269માંથી ફક્ત 625 ભારતીયોને દેશમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જ્યારે વિદેશીઓને કાઢવાની કાર્યવાહી થઇ રહી હોય છે ત્યારે તેમાં ભારતીયો મોખરે હોય છે, કુલ 29,542માંથી 6,515 ભારતીયોનો દેશનિકાલ કરાયો હતો. 2024માં નોંધાયેલા 17,357થી કુલ સંખ્યા આ વર્ષે પણ વધી ગઈ છે. CBSAના દેશનિકાલના ડેટામાં જણાવ્યા પ્રમાણે, બળજબરીપૂર્વક દેશનિકાલ કરવાના મુદ્દે મેક્સિકોના નાગરિકો સૌથી વધારે છે, જે આ વર્ષે 3,972 છે, જ્યારે 2024માં 3,683 હતા. સૌથી વધુ 15,605 લોકોને રેફ્યુજી કેટેગરી હેઠળ દેશનિકાલ કરવામાં આવ્યા હતા.













