Registration begins for the famous Amarnath Yatra
(istockphoto)

જમ્મુ અને કાશ્મીરમાં 62 દિવસ લાંબી શ્રી અમરનાથજી યાત્રા માટે 17 એપ્રિલથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ, 2023ના રોજ સમાપ્ત થશે. અનંતનાગ જિલ્લામાં પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લામાં બાલતાલ – બંને માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમ દ્વારા રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

ઓફલાઇન નોંધણી દેશભરમાં 542 બેંક શાખાઓમાં થઈ શકે છે જેમાં પંજાબ નેશનલ બેંકની 316 શાખાઓ, J-Kની 90 શાખાઓ, યસ બેંકની 37 શાખાઓ અને SBI બેંકની 99 શાખાઓ સામેલ છે. દરમિયાન, આ વર્ષે નોંધણીમાં એક નવી સુવિધા આધાર કાર્ડ આધારિત નોંધણી છે જેમાં નોંધણી માટે યાત્રાળુના અંગૂઠાને સ્કેન કરવામાં આવશે.

સરકારની માર્ગદર્શિકા મુજબ, 13-70 વર્ષની વયની વ્યક્તિઓ અમરનાથજી યાત્રા 2023 માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તમામ યાત્રાળુ માટે આરોગ્ય પ્રમાણપત્ર આવશ્યક છે. 6 અઠવાડિયા કે તેથી વધુ સમયની પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓને યાત્રા કરવાની મંજૂરી નથી.

14 માર્ચે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પવિત્ર યાત્રાની તારીખોની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલી મુક્ત તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. મુશ્કેલી મુક્ત યાત્રા  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટોચની પ્રાથમિકતા છે.

શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) વિશ્વભરના ભક્તો માટે સવાર અને સાંજની આરતીના જીવંત પ્રસારણને પણ શક્ય બનાવશે. શ્રી અમરનાથજી યાત્રાની એપ ગૂગલ સ્ટોર પર ઉપલબ્ધ છે, તેનાથી  હવામાન વિશેની વાસ્તવિક સમયની માહિતી અને બીજી ઘણી સેવાઓ ઓનલાઈન  ઉપલબ્ધ કરાવવામાં આવી છે

LEAVE A REPLY

four + four =