Reliance talks to buy MG Motor from Chinese company
2019. REUTERS/Francis Mascarenhas/File Photo

બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. એમઓયુનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાના ઊર્જા ક્ષેત્રના પરિવર્તનને વેગ આપવા અને જોખમોને દૂર કરવાનો છે તથા તેને સ્થાનિક રીતે સ્વચ્છ ઊર્જાના સાધનો જેમ કે પીવી મોડ્યુલ, લાંબો સમય ચાલે તેવા બેટરી સ્ટોરેજ અને પવન ઊર્જા માટેના સાધનોનું ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવે. 

રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સમાં અમે વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમ તૈયાર કરવાના મિશન માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છીએ જે માનવતા માટે ફાયદાકારક અને પ્રકૃતિ સાથે સુસંગત છે. તેના માટે રિલાયન્સ ભારતમાં તથા વૈશ્વિક સ્તરે ખૂબ જ ઉત્સાહ અને જુસ્સા સાથે રોકાણની તકો શોધી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે રિલાયન્સ અને બ્રૂકફિલ્ડ ઑસ્ટ્રેલિયામાં ગ્રીન એનર્જી ઉત્પાદનના માર્ગો શોધશે, તેનાથી નેટ ઝીરો ફ્યૂચર તરફ દેશના પરિવર્તનને વેગ મળશે અને વૈશ્વિક ગ્રીન એનર્જી અભિયાનને પ્રોત્સાહન મળશે. 

એમઓયુની શરતો હેઠળ બ્રૂકફિલ્ડ ઓસ્ટ્રેલિયાના નેટ ઝીરો લક્ષ્યાંકો માટેના પરિવર્તનને સરળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સીધા મૂડી રોકાણ અને કૌશલ્ય, જ્ઞાન તથા નિપુણતા માટેની તકો શોધવા માટે રિલાયન્સ સાથે કામ કરશે. હાલમાં ભારતમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઓમાંની એક ફેસિલિટી સ્થાપવા માટેની રિલાયન્સની કામગીરી ચાલુ છે. રિલાયન્સ સાથેના એમઓયુ બ્રૂકફિલ્ડ દ્વારા વૈશ્વિક ઉત્પાદન ટેકનોલોજી અને નિપુણતાને ઓસ્ટ્રેલિયામાં લાવવા માટે હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલોમાંની એક છે. આ વર્ષે માર્ચમાં તેણે ઓરિજિન એનર્જી હસ્તગત કરવા માટે ઇઆઇજી સાથે બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સૂચિત હસ્તાંતરણ માટે હાલ સંબંધિત મંજૂરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે.  રિલાયન્સ સાથેના એમઓયુ પાછળનો હેતુ ઓસ્ટ્રેલિયામાં 14 ગીગાવોટ સુધીની વિશાળ ઉત્પાદન અને સ્ટોરેજ ક્ષમતા માટે જરૂરી સ્વચ્છ ઊર્જાના સાધનોની આપૂર્તિ અને પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.  

ઑસ્ટ્રેલિયાના બ્રૂકફિલ્ડ રિન્યુએબલ હેડ લ્યુક એડવર્ડ્સે જણાવ્યું હતું, ઓસ્ટ્રેલિયામાં કાચો માલ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ઉદ્યોગ હાલમાં કિંમતોની દૃષ્ટિએ સ્પર્ધાત્મક નથી. ઊર્જા સ્ત્રોતનું પરિવર્તન અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓ ઓસ્ટ્રેલિયાના ઑફશોર પર લાવવાની એક તક ઉભી કરે છે, તેનાથી ઑસ્ટ્રેલિયાના કાર્બન ઉત્સર્જનને ઝડપથી ઘટાડવામાં મદદ મળશે.  

 

LEAVE A REPLY

six + twelve =