Rohit's unique record as a captain
(ANI Photo)

નાગપુર ટેસ્ટમાં સદી નોંધાવ્યા પછી રોહિત શર્માએ સુકાની તરીકે એક એવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે કે જે ધોની, સચિન કે કોહલીને પણ નથી મળી. સુકાની તરીકે ક્રિકેટની ત્રણે ફોર્મેટમાં – ટેસ્ટ મેચ, વન-ડે તથા ટી-20 ઈન્ટરનેશનલ્સમાં પણ સદી કરનારો રોહિત ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે અને વિશ્વમાં પણ તેના જેવી સિદ્ધિ બીજા ફક્ત ત્રણ ખેલાડીઓને મળી છે. 

રોહિત પહેલા આવી સિદ્ધિ શ્રીલંકાના તિલકરત્ને દિલશાન, સાઉથ આફ્રિકાના ફાફ દુ પ્લેસી તથા પાકિસ્તાનના બાબર આઝમને નામે નોંધાઈ છે. રોહિત શર્માએ પણ લાંબા સમય પછી ભારત તરફથી ટેસ્ટ મેચમાં સદી નોંધાવી છે. આ અગાઉ તેણે 17 મહિના પહેલા સદી કરી હતી. ટેસ્ટ કેરિયરમાં રોહિતની આ 9મી સદી છે.  

LEAVE A REPLY

seven + eighteen =