આપણે જેને આતરિક ઇજનેરી કે ઇનર એન્‍જિ‌નિય‌રિંગ તરીકે ઉલ્‍લેખીએ છીએ તેનાં સમસ્‍ત ‌‌વિજ્ઞાન અને ડહાપણનો અર્થ આપણે જીવનમાં જે કાંઇ હાંસલ કરીએ તેના આનંદને જોવા માત્રનો નહીં પરંતુ આપણે જીવનના પાયારૂપે આનંદને નીહાળવાનો છે. શું આપણા જીવનનું એકમાત્ર લક્ષ્‍ય આ છે? ના, આનંદ એકમાત્ર લક્ષ્‍ય નથી. તે આપણા જીવનનો એક સ્‍કવેર છે. જો આમ થાય તો જ અન્‍ય અદ્દભૂત બાબતો થઇ શકે, નહીં તો તમને અસર કરતી તકલીફોના ભયથી તમે સતત જીવતા રહેશો.

એક વખત એક નર્સરીની શાળામાં આવું થયું હતું. એક ‌શિ‌ક્ષિકા વર્ગખંડમાં દાખલ થયા ત્‍યારે તેમણે કલાસની વચ્‍ચોવચ્‍ચ કોઇએ કરેલું કાદવકીચડનું ખાબો‌ચિયું જોયું. ‌શિ‌ક્ષિકાએ બાળકોને પૂછ્યું, આવી ગંદકી કોણે કરી? નાનકડાં ભૂલકાંઓમાંથી કોઇએ જવાબ આપ્‍યો નહીં. કારણ કે આટલી નાની ઉંમરે પણ ભૂલકાંઓને પોતાની ભૂલ કબૂલવી ગમતી નહોતી.‌ શિ‌ક્ષિકાએ ફરી પૂછયું તો પણ જવાબ નહીં મળતા તેમણે વાતના પુનરોચ્‍ચારને યોગ્‍ય નહીં માની જણાવ્‍યું હતું કે ચાલો, મારા સ‌હિત આપણે સૌ આંખો મીંચીને બેસીએ. આપણામાંથી જેમણે ગંદકી કરી હોય તે જાતે જ સાફ કરી લેશે. આપણે તેને કે તેણીને પાંચ ‌મિ‌નિટ આપીશું. ગંદકી કોણે કરી તે કોઇને જાણવું નથી પરંતુ કોઇ જોતું હોય નહીં ત્‍યારે ગંદકી સાફ થવી જોઈએ.

બધાએ આંખો બંધ કરી તે દર‌મિયાન ‌શિ‌ક્ષિકાને કોઇના દબાતા ચંપાતા અવાજ, ડોલની ખટખટ સંભળાઇ, તે પછી કોઇ દબાતાચંપાતા પગે પોતાની બેઠક ઉપર બેસી ગયાનો અવાજ પણ સાંભળ્યો. બધાએ આંખો ખોલી તો કાદવનું એક બીજું ખાબો‌ચિયું કરાયેલું હતું અને તેની બાજુમાં લખ્‍યું હતું કે, ‘ફેન્‍ટમ સ્‍ટ્રાઇક અગેઇન’.તમારા જીવનમાં આવું કેટલી વખત બન્‍યું છે? તમારા જીવનના પ્રત્‍યેક તબક્કે તમે એવું ‌વિચારતા રહેતા હો છો કે, ‘જો મને આ નોકરી-કામ મળી જશે તો મારું જીવન સાર્થક થઇ જશે. પરંતુ થોડાક જ વર્ષોમાં જે તે નોકરી કે કામ તમને ડાયાબીટીસ કે બ્‍લડ પ્રેશર આપી જતું હોય છે. તમે એવું ‌વિચારો કે જો મારું લગ્‍ન થઇ જાય તો પછી મારી ‌જિંદગી બની જશે પરંતુ પછી શું થાય છે તે તમે બધા જાણો છો.’

આથી જ દરેક પળે-તબક્કે તમે એવું માનવા લાગો કે ચાલો બધું ઠીક થઇ ગયું તે જ ક્ષણે ‌જિંદગી કાંઇક કાંઇક નવતરરૂપે ત્રાટકતી હોય છે. આમ થવાનું કારણ એટલું જ છે કે તમે તમારા મૂળભૂત અસ્તિત્ત્વ સાથે નથી હોતા તથા જે તે ક્ષણના સર્જન સાથે કાંઈકને કાંઇક થતું હોય છે. તમે તમારી આસપાસ જે સાચી-ખોટી બાબતો, ચીજો કે અન્‍ય કોઇ ઉભું કર્યું છે તેનાથી ઓળખાતા થઇ ગયા હો છો. તમારું પોતાનું અસ્તિત્ત્વ નહીં પરંતુ તમે ઘણા બધાના શંભુ મેળા જેવા બની ગયા હો છો.

તમે કાંઇક જાણો છો, સમજો છો તે માત્રથી જ આનંદ થતો નથી, આનંદ તો જે ‌નિષ્ઠા, ખંતથી કામ કરીને જે અભિવ્‍ય‌ક્તિ પામો છો તેના થકી જ આવતાં હોય છે. તમે જ્યારે મારી સાથે બેસો છો ત્‍યારે મારી ઉર્જાઓ જ એવી છે કે તમારું શરીર, મગજ અને લાગણીઓ એવી રીતે જોડાઇ જાય છે કે તમે આનંદની અનુભૂ‌તિ કરો છો. આવી ‌સ્‍થિ‌તિ ઇન્‍ડકશન મોટરની કામગીરી જેવી છે કે જેમાં એક ભાગમાંનો ઉર્જા પ્રવાહ બીજા ભાગમાં ઉર્જાના પ્રવાહને ધકેલતો હોય છે.

ઉર્જાપ્રવાહ બહારથી દાખલ થતો હોય તો પણ ખુશી-આનંદની લાગણી તો આપણી અંદરથી જ જન્‍મતી હોય છે. કાવ્‍યાત્‍મક શૈલીમાં આપણે કહી શકીએ કે ‘હું તમારા ઉપર આનંદની હેલી વરસાવીશ.’ પરંતુ એમ થતું નથી, આપણે તેમ કરી શકતા નથી. આપણે એવી ‌સ્‍થિ‌તિનું ‌નિર્માણ કરી શકીએ કે જેમાં તમે ચોક્કસ રીતે સાંકળવાની સહાય ના સાંપડી હોય અને આપણે સાહ‌જિકપણે આનં‌દિત રહી શકીએ. ખુશી-આનંદ એ આપણો આંતર અનુભવ છે. તમારા ઉપર આનંદ વરસાવાતો હોય તો તમારી ચામડીને તેની અનુધભૂ‌તિ સૌથી પહેલાં થાય પરંતુ તે કેવી રીતે થાય છે તે જણાતું નથી.

આથી જ તમારા અંતરમનમાં સાહ‌જિકપણે જ ચોક્કસ જોડાણ એવી રીતે થતું હોય છે કે જે તમારા આંતરહાર્દને અભિવ્‍ય‌ક્તિ અને આનંદ પામવા દે છે. દાયકાઓથી આપણી સંસ્‍કૃ‌તિમાં ‌વિદ્વાનો, પૂજારી-પાદરીઓ, રાજા-મહારાજાઓ થઇ ગયા પરંતુ આધ્‍યા‌ત્‍મિકતાને પચાવનારાઓને જ શ્રેષ્‍ઠ ગણવામાં આવ્‍યા છે. આધ્‍યા‌ત્‍મિક શ‌ક્તિને ઘણી વખત ભગવાન કરતાં પણ ઉપર ગણવામાં આવી છે કારણ કે આવી વ્‍ય‌ક્તિઓની હાજરી બધું વ્‍યવ‌સ્‍થિત રાખવામાં ચાવીરૂપ નીવડતી હોય છે.

જગતમાં આપણે પોતે જ કરકસ, તુંડ‌મિજાજી કે માથાકુ‌ટિયા ના હોઇએ તો બીજું કાંઇ જ ખોટું નથી. આવા લોકો જે કાંઇ કરે કે ના કરે તે લોકો પોતાની જાતની જ તકલીફો વધારતા હોય છે. તેઓને કોઇને કોઇ બહાનું જોઇતું હોય છે. તમે જુઓ છો કે ચોક્કસ ‌દિવસે જો તમે ચોક્કસ રીતે સંકળાયેલા હશો તો ઓચિંતા જ તમે અનુભવશો કે તમારે હસવા માટે પણ બહાનાની જરૂર પડતી હોય છે. પરંતુ તમે અયોગ્‍ય જોડાણના ચોક્કસ સ્‍તરે હશો તો તમારે રડવા અને હતાશા માટે પણ બહાનાની જરૂર પડશે.

આથી તમારે તે સમજવાની જરૂર છે, જેને તમે હાલમાં આનંદનો સ્‍ત્રોત ગણો છો, પણ તે એક બહાનું માત્ર હોઇ શકે. આનંદ એ કુદરતી પસંદગી છે. આ પસંદગી કરવા તમારે કોઇ પ્ર‌શિક્ષણ, સલાહ કે પ્રાચીન શ્રલોક સા‌હિત્‍યના માર્ગદર્શનની જરૂર પડતી નથી. આનંદ એ જ કુદરતી પસંદગી છે કારણ કે તે જ મૂળ કુદરત છે. તેને પામવા તમારે ઇચ્‍છા કે અનુકરણની જરૂર નથી. તમે કુદરત તરફ પાછા વળશો તો તમને મળનારો એકમાત્ર માર્ગ આનંદ જ હશે.
– Isha Foundation