Sangam UK: Organized 'Hindi Kavi Sammelan' by Indian Community Association

સંગમ યુકે: ઇન્ડિયન કોમ્યુનિટી એસોસિએશન, હન્સલો દ્વારા સંસ્થાની સ્થાપનાની વર્ષગાંઠની ઉજવણી કરવા નેહરુ સેન્ટર, લંડન ખાતે 13મી જાન્યુઆરી 2023ના રોજ સાંજે 6:30 વાગ્યાથી ધ નેહરુ સેન્ટર અને રાષ્ટ્રીય કવિ સંગમ ઓફ ઇન્ડિયાના સહકારથી ‘હિન્દી કવિ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ‘કવિ સંમેલન’નો હેતુ યુકેમાં હિન્દી ભાષા અને ભારતીય સાહિત્યને પ્રોત્સાહન આપવાનો છે. યુકેના લગભગ 12 અત્યંત કુશળ અને સૌથી પ્રતિષ્ઠિત હિન્દી કવિઓ અને લેખકો આ સુંદર કાર્યક્રમમાં ભાગ લેશે.

આ કાર્યક્રમને ભારતીય હાઈ કમિશનનો સહયોગ મળ્યો છે. પ્રસંગ પહેલા હળવો નાસ્તો પીરસવામાં આવશે. સંપર્ક: ઈમેલ: [email protected]; ફોન : 07771 912 839.

LEAVE A REPLY

10 + 10 =