(ANI Photo)

દિલ્હી ખાતેના પાકિસ્તાન હાઇકમિશનને તેની ઇન-હાઉસ સ્કૂલ બંધ કરવાની ફરજ પડી છે. આ સ્કૂલનો ઉપયોગ હાઇકમિશનના સભ્યોના બાળકોના અભ્યાસ માટે થતો હતો. શાળામાં કાર્યરત તમામ સ્ટાફ, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આર્થિક અને નાણાકીય કટોકટીને કારણે આ અસાધારણ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

સ્કૂલમાં ભણાવતા શિક્ષકોને અને કર્મચારીઓને પગાર આપવાના પૈસા પણ હાઈકમિશનને એક વર્ષથી ફાંફા પડી રહ્યાં હતાં. હાઈકમિશને નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે સ્કૂલ બંધ કરવામાં આવી છે. સ્કૂલ મેનેજમેન્ટનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધોમાં તંગદિલિના કારણે સ્ટાફ ઓછો થઈ રહ્યો છે અને સ્ટાફ ઓછો હોવાથી બાળકોના એડમિશન ઓછા થઈ રહ્યા છે. એક વર્ષ પહેલા આ સ્કૂલ ચાલુ રાખી શકાય તે માટે તમામ પ્રયાસો કરાયા હતા. ઓછા પગાર અને બીજા ખર્ચમાં કાપ મુકવાની વિચારણા પણ  થઈ હતી. અહીંયા ભણાવતા શિક્ષકોએ જણાવ્યું હતું કે એક વર્ષથી અમને પગાર મળ્યો નથી અને હવે અમારી ધીરજ ખૂટી છે. છેવટે સ્કૂલને તાળા મારવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

LEAVE A REPLY

1 × 3 =