image tweeted by @Niraj Antani

સીએટલમાં જ્ઞાતિના ભેદભાવ પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર થતાં હવે તેની સામે વિરોધ પણ શરૂ થઇ ગયો છે. ઇન્ડિયન અમેરિકન સેનેટરે આરોપ મુક્યો છે કે, આ કાયદો દર્શાવે છે કે, અમેરિકામાં હિન્દુ વિરોધ (હિન્દુફોબિયા) વધી રહ્યો છે. અમેરિકામાં ઓહાયોના યુવા સેનેટર નીરજ અંતાણીએ જણાવ્યું હતું કે, હવે જ્ઞાતિગત ભેદભાવ છેજ નહીં એટલે સીએટલ સિટી કાઉન્સિલના આ કાયદાનો સખત વિરોધ કરું છું. નીરજ અંતાણી ઓહાયોના ઇતિહાસમાં પ્રથમ હિન્દુ અને ઇન્ડિયન સ્ટેટ સેનેટર છે અને દેશમાં સૌથી યુવાન હિન્દુ તેમ જ ઇન્ડિયન અમેરિકન ચૂંટાયેલા અધિકારી છે.

અંતાણીનો આક્ષેપ છે કે, આ ભેદભાવ વિરોધી નીતિ હિન્દુ વિરોધી છે અને તે બિનહિન્દુઓ માટે અમેરિકા, ભારત અને દુનિયાભરમાં રહેનારા હિન્દુઓ સાથે ભેદભાવનું સાધન બની ગયું છે. સીએટલે કાઉન્સિલે આ રંગભેદ નીતિના બદલે હિન્દુઓ સાથે ભેદભાવની રક્ષા નીતિ બનાવવી જોઇએ.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) જેવા કેટલાક ગ્રૂપ સહિત ઇન્ડિયન-અમેરિકન સમુદાયના સભ્યોમાં આ ઠરાવે ઉગ્ર ચર્ચા ઊભી કરી છે. મોટી સંખ્યામાં લોકોએ આક્ષેપ કર્યો છે કે આ કાયદાનો હેતુ અમેરિકામાં સાઉથ એશિયન ડાયસ્પોરા, ખાસ કરીને ભારતીય સમુદાયને નિશાન બનાવવાનો છે.

કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA-કોહના) સાથે અન્ય ઘણા સંગઠનોએ આ કાયદાનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કોહનાનો આક્ષેપ છે કે, આ કાયદાથી સાઉથ એશિયનો અને વિશેષમાં તો હિન્દુઓ સામેના પૂર્વગ્રહને પ્રોત્સાહન મળશે.
કોહનાના પ્રેસિડેન્ટ નિકુંજ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કાયદો પોતાની રીતે જ ભેદભાવપૂર્ણ છે, કારણ કે, તે જાતી, વંશ, લિંગ, ધર્મ વગેરેને બદલે એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે, સાઉથ એશિયન સમુદાય પર વિશેષ નિરીક્ષણની જરૂર છે અને સમુદાયને અલગ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પગલું લેવામાં, શહેરે એવા જૂથોની માહિતી પર આધાર રાખ્યો છે કે, જેમણે જાહેરમાં હિન્દુત્વને તોડવા માટે અનુરોધ કર્યો છે- આમ લઘુમતી ગ્રૂપ સામે નફરત ફેલાવવાનો એક માધ્યમ બની ગયું છે. એવું લાગે છે કે સીએટલ શહેર પણ જાહેરમાં કહી રહ્યું છે કે, અન્ય ગ્રૂપ કરતાં સાઉથ એશિયનો પર વધુ નિરીક્ષણની જરૂર છે.”

LEAVE A REPLY

nineteen − 2 =