Second international airport opened in Goa
(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર ગોવાના મોપા ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન (સ્વર્ગસ્થ) મનોહર પર્રિકરના નામ પરથી આ એરપોર્ટનું નામ મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવશે. તેમણે અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓએ દાયકાઓ સુધી જાહેર સુવિધાઓના સંદર્ભમાં લોકોને શું જોઈએ છે તે શોધવાને બદલે વોટબેંકનો અભિગમ અપનાવ્યો હતો. ઉત્તર ગોવામાં આવેલ મોપા એરપોર્ટ ગોવાનું બીજું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. મોપા ખાતે એરપોર્ટનો શિલાન્યાસ પીએમ મોદીએ 2016માં કર્યો હતો.

LEAVE A REPLY

sixteen − one =