ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી તેની પર્ફોર્મન્સના આધારે ક્રિકેટ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેણે ખરા સમયે સતત વિકેટો ખરેવીને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી હતી. ગત બુધવારે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં તેણે સાત વિકેટ ઝડપીને ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચાડી હતી. તેના હોમ ટાઉન અમરોહામાં ઉજવણીનો માહોલ છે. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે અહીં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી હતી.

ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા મોહમ્મદ શમીના ગામ સહસપુર અલીનગરમાં સ્ટેડિયમ બનાવવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર રાજેશ ત્યાગીની સૂચનાના આધારે મુખ્ય વિકાસ અધિકારીએ તેમની ટીમ સાથે શુક્રવારે સહસપુર અલીનગરની મુલાકાત લીધી અને સ્ટેડિયમ માટે જમીનની શોધ શરૂ કરી હતી.
મુખ્ય વિકાસ અધિકારી તેમની ટીમ સાથે મોહમ્મદ શમીના ગામમાં સ્ટેડિયમ બનાવવા માટે એક હેક્ટર જમીન જોવા પહોંચ્યા અને તેમણે સ્ટેડિયમ માટેનો પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલ્યો હતો.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, મોહમ્મદ શમીના ગામમાં સ્ટેડિયમ બનાવવામાં માટે યોગ્ય જમીનની પસંદગી કરવામાં આવી રહી છે. ત્યાં ટૂંક સમયમાં સારું સ્ટેડિયમ બનીને તૈયાર થઈ જશે.

LEAVE A REPLY

four × four =