અલ સાલ્વાડોરમાં મિસ યુનિવર્સ 2023 પેજન્ટ 18 નવેમ્બરે યોજાશે, જેમાં વિશ્વભરમાંથી 90 સોંદર્ય સામ્રાજ્ઞીઓ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ સોંદર્ય સ્પર્ધામાં ભારતની 23 વર્ષીય શ્વેતા શારદા મિસ યુનિવર્સ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે.
શ્વેતા શારદાનો જન્મ 24 મે, 2000ના રોજ ચંદિગઢમાં થયો હતો. તેનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો છે. 16 વર્ષની વયે તે મુંબઈ આવી ગઈ હતી. તેણે ગ્રેજ્યુએશન IGNOU દિલ્હીમાંથી પૂરું કર્યું છે. તેણે ડાન્સ દીવાને, ડાન્સ પ્લસ અને ડાન્સ ઇન્ડિયા જેવા અનેક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. ઝલક દિખલા જામાં તેણ કોરિયોગ્રાફર તરીકે કામ કરી ચૂકી છે. ઓગસ્ટમાં શારદાએ મુંબઈમાં આયોજિત મિસ દીવા યુનિવર્સ 2023માં વિજેતા થતાંતે મિસ યુનિવર્સ માટે પણ ક્વોલિફાય કર્યું હતું.
તેણે જણાવ્યું હતું કે, જ્યારે દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિતે તેને ડાન્સિંગ સ્ટેપ શીખવાડ્યા હતા તે તેના માટે ખૂબ જ મહત્ત્વની પળ હતી. શારદાના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ ફોલોઅર્સ છે. હરનાઝ કૌર સંધુ પછી હવે ભારત પાસે શારદા શ્વેતાના તરીકે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતવાની તક છે.

LEAVE A REPLY