અમદાવાદમાં 21-22 નવેમ્બરના રોજ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યું છે, જે બે દિવસીય મેગા ઇવેન્ટ છે, તે વિશ્વ મત્સ્યપાલનની ઉજવણી પ્રસંગે રાજ્યોના મત્સ્યઉદ્યોગ પ્રધાનો, વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો, વૈશ્વિક મત્સ્યઉદ્યોગ વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ, મત્સ્યઉદ્યોગ સમુદાયો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સહિત વિવિધ મહાનુભાવો અને હિતધારકોને એકસાથે લાવશે તેમ જ ભારતનાં મત્સ્યપાલન ક્ષેત્રનાં સ્થાયી વિકાસ માટે એક રોડમેપ તૈયાર કરશે. ‘મત્સ્યપાલન અને જળચરઉછેર સંપત્તિની ઉજવણી’ થીમ હેઠળ આ પરિષદનો ઉદ્દેશ ફળદાયી ચર્ચા, બજારની સૂઝ અને નેટવર્કિંગ માટે મુખ્ય હિતધારકોને એક મંચ પર લાવવાનો છે.
કેન્દ્રીય મત્સ્યપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા મંગળવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી ડો.એલ.મુરુગન અને ડો.સંજીવ કે બાલિયાન, રાજ્ય મત્સ્યોદ્યોગ પ્રધાનો, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ સચિવ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

LEAVE A REPLY