ભારતની મહિલા શૂટર્સે 25 મીટર પિસ્ટલની ટીમ ઈવેન્ટમાં ગુરૂવારે (25 માર્ચ) ગોલ્ડ મેડલ હાંસલ કર્યા પછી આપેલો ગ્રુપ ફોટો. રાહી શર્નોબત, માનુ ભાકર તથા ચિન્કી યાદવે આ સફળતા સાથે ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો. (PTI Photo)

રવિવારે (28 માર્ચ) નવી દિલ્હીમાં પુરા થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે 15 ગોલ્ડ સહિત કુલ 30 મેડલ્સ હાંસલ કરી આ રમતમાં અત્યારસુધીમાં શૂટિંગ વર્લ્ડ કપનો પોતાનો શ્રેષ્ઠ દેખાવ નોંધાવ્યો હતો.

ફેબ્રુઆરી, 2019માં દિલ્હીમાં જ યોજાએલા વર્લ્ડ કપથી શરૂ કરીને ભારતે રાઈફલ/પિસ્ટલ ઈવેન્ટ્સમાં તો દરેક વખતે, સતત છઠ્ઠીવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વખતે ભારતે 15 ગોલ્ડ, 9 સિલ્વર તથા 6 બ્રોંઝ મેડલ્સ મેળવ્યા હતા. 8 મેડલ્સ સાથે અમેરિકા બીજા તેમજ ચાર મેડલ્સ સાથે ઈટાલી ત્રીજા સ્થાને રહ્યું હતું.