સાઉથ લંડનના ક્રોયડનની 15 વર્ષીય શ્રેયા નામની વિદ્યાર્થીની શાળામાંથી ગાયબ થયા બાદ છ દિવસ પહેલા સુખરૂપ ધરે પરત થઇ હતી. ગુમ થયેલી શ્રેયા જોવા નહિં મળતા તેના પરિવારજનો ચિંતીત થઇ ગયા હતા. શ્રેયા છેલ્લે 3 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ બપોરે 3 વાગ્યે વેસ્ટ થોર્ન્ટન, ક્રોયડનમાં આવેલી શાળામાંથી બહાર નીકળતી જોવા મળી હતી. તેનો ચાર દિવસથી પત્તો ન લાગતા મેટ પોલીસે તેની તપાસ આદરી હતી.

પોલીસે તેને શોધવા માટે 7 ફેબ્રુઆરીના રોજ ટ્વિટર પર અપીલ શેર કરી હતી. જો કે શ્રેયા 6 દિવસ પહેલા તેના ઘરે પરત થઇ હતી અને તે સુખરૂપ હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.

LEAVE A REPLY

nineteen − fifteen =