હુમઝા યુસફના રાજીનામા બાદ સ્કોટીશ નેશનાલીસ્ટ પાર્ટીના નવા નેતા તરીકે જોન સ્વિનીની બીનહરીફ વરણી કરવામાં આવી છે અને SNPના નવા નેતા તરીકેની તેમની પુષ્ટિ બાદ સ્વિની આગામી દિવસોમાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર બનવાની તૈયારીમાં છે.

તેઓ આ સપ્તાહના અંતમાં હોલીરુડ ખાતે મતદાનનો સામનો કરશે, જેના પગલે તેઓ દેશના સાતમા ફર્સ્ટ મિનિસ્ટર બનવા માટે સ્કોટિશ સંસદના નામાંકિત ઉમેદવાર બનશે.

SNPના નવા નેતા તરીકેના તેમના પ્રથમ ભાષણમાં, સ્વીનીએ કહ્યું હતું કે ‘’પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ ભૂમિકા નિભાવવા માટે ખૂબ સન્માનિત છું અને મારા પક્ષ અને મારા દેશની સેવા કરવા માટે મારે તે બધું આપવાનું વચન આપુ છું. મારે લઘુમતી સરકારના વડા તરીકે તડજોડ કરવી જ પડશે. પણ હું સામાન્ય જમીન શોધવાનો પ્રયાસ કરીશ  અને ઇચ્છુકોને ગઠબંધનમાં સાથે જોડીશ અને આપણા દેશને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનું સમાધાન કરીશ. જો ફર્સ્ટ મિનિસ્ટર તરીકે ચૂંટાઈશ તો મારું ધ્યાન અર્થતંત્ર, નોકરીઓ, જીવન ખર્ચ, NHS, શાળાઓ અને જાહેર સેવાઓ પર રહેશે. હું આદર અને સૌજન્ય સાથે લોકોને સ્વતંત્રતા માટે સમજાવવા માટે પ્રયત્ન કરીશ.’’

LEAVE A REPLY

thirteen + 3 =