જો બાઇડેન સીનિયર-હેરિસ કેમ્પેઇનના અધિકારીઓ, સાઉથ એશિયન કોંગ્રેસના પ્રતિનિધિઓ, રાજકીય નિષ્ણાતો અને અન્ય ચૂંટાયેલા નેતાઓએ 25 એપ્રિલે તેમના એક કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્ટ પદની આવનારી ચૂંટણીમાં સાઉથ એશિયન સમુદાય સંબંધિત મુદ્દાઓને ઉજાગર કર્યા હતા.
સાઉથ એશિયન્સ ફોર બાઇડેનનાં સ્થાપક અને સહ-નેશનલ ડાયરેક્ટર નેહા દીવાને આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, “2024માં કયા મુદ્દા મહત્ત્વના છે? આમ છતાં, ભૂતકાળમાં એવું કહેવામાં આવ્યું છે કે, 2024ની પ્રેસિડેન્ટની ચૂંટણી આપણા રાષ્ટ્રના ઈતિહાસની સૌથી પરિણામલક્ષી ચૂંટણી હશે. આપણી વ્યૂહરચના એ બહુઆયામી અને વ્યાપક અભિગમ દ્વારા આપણા લોકતંત્રનું રક્ષણ કરવાની છે. તેમાં અલગ-અલગ મતદાર યાદીઓમાં રોકાણ કરવું, બહુભાષી મતદાર ઓળખ માર્ગદર્શિકાઓ આપવી અને અસરકારક કામગીરી માટે AAPI અને અન્ય ગઠબંધન ગ્રુપો સાથે સહયોગ કરવાનો સમાવેશ થાય છે. આપણી વ્યૂહરચના પાયાના સ્તરે અને સંબંધના આયોજનના મૂળમાં છે, જે અનુકૂળ કમ્યુનિકેશન્સ કેમ્પેઇન્સ દ્વારા દુષ્પ્રચારનું નિવારણ કરે છે.”

આ અંગે કોંગ્રેસવૂમન અને કોંગ્રેસનલ પ્રોગ્રેસિવ કૌકસનાં અધ્યક્ષા પ્રમિલા જયપાલે જણાવ્યું હતું કે, “હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં ચૂંટાયેલી પ્રથમ સાઉથ એશિયન અમેરિકન મહિલા તરીકે અને કોંગ્રેસમાં માત્ર બે ડઝન નેચરલાઈઝ્ડ નાગરિકોમાંથી એક, અને કોંગ્રેસમાં કાર્યરત 100 કરતાં ઓછી વંશીય મહિલાઓમાંથી એક હોવું તે મારા માટે વિશિષ્ટ સન્માન છે. આપણે આપણી સત્તા મેળવવા માટે સાથે છીએ ત્યારે આજે તમારી સાથે જોડાયા છીએ.”
આ ઉપરાંત, રાષ્ટ્રીય હિમાયતીઓએ પ્રજનન અધિકારો અને બંદૂક સંબંધિત હિંસા અટકાવવા સહિત સાઉથ એશિયન સમુદાય માટે મહત્વના મુદ્દાઓને ઉજાગર કર્યા હતા.

પ્રેસિડેન્ટ બાઇડેન અને વાઇસ પ્રેસિડેન્ટ હેરિસને ચૂંટણીમાં મદદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી સાઉથ એશિયાના મતદારોને એકત્ર કરવા 2020માં સાઉથ એશિયન્સ ફોર બાઇડેન નામના પાયાના સંગઠનની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા મતદારોનો સીધો સંપર્ક, ડિજિટલ અને વીડિયો કેમ્પેઇન દ્વારા રાજ્યોમાં લાખો હજાર સાઉથ એશિયન અને AAPI મતદારો સુધી પહોંચ્યા હતા, જેનું 2020ની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજયી યોગદાન હતું.

LEAVE A REPLY

19 − 1 =