એસપી હિન્દુજા બેંકે ​​2021 માટેના પરિણામોના મજબૂત સેટની જાહેરાત કરી છે. ગ્રાહકોને ઉત્તમ વળતર આપવા સાથે સીઈઓ કરમ હિન્દુજાના કાર્યભાર હેઠળ બેન્ક સતત કાર્યકારી વૃદ્ધિ કરી રહી છે. ઓપરેશનલ નફાકારકતામાં 30%નો વધારો થયો છે અને કુલ અસ્કયામતો (AUM)માં આ સમયગાળા દરમિયાન $699 મિલિયનથી વધુનો વધારો થયો છે.

કરમ હિંદુજાએ માર્ચ 2020માં CEO તરીકે બેંકની કામગીરીનો હવાલો સંભાળતાની સાથે જ હાઈ-ટચ ક્લાયન્ટ સેવા અને રોકાણના ઉત્તમ વળતર પર ધ્યાન કેન્દ્રિત કરી બેંકમાં નોંધપાત્ર સુધારા કર્યા હતા. હિંદુજાએ એસેટ મેનેજમેન્ટ, વેન્ચર કેપિટલ અને અન્ય વર્ટિકલ્સના નિષ્ણાતો સાથે ટીમને પ્રોત્સાહન આપી બેંકને નવા યુગની સ્વિસ બેંકિંગ સેવાઓમાં મોખરે મૂકી હતી. ગત નાણાંકીય વર્ષમાં SPHએ તેના ગ્રાહકો માટે IPO પહેલાના ખાનગી બજાર રોકાણો પર 63% ની કુલ IRR અને 44% ની ચોખ્ખી IRR જનરેટ કરી છે. બેંકે 38% ની મૂડી પર્યાપ્તતા જાળવી રાખી છે.

CEO કરમ હિન્દુજાએ કહ્યું હતું કે ‘’આજના પરિણામો દર્શાવે છે કે એક નવો, પ્રગતિશીલ નેતૃત્વ અભિગમ SP હિન્દુજા બેંક પ્રીવીને મજબૂતી તરફ જવા, ગ્રાહકો અને રોકાણકારો માટે મજબૂત વળતર આપવા સક્ષમ બનાવે છે. હું વૃદ્ધિ માટેના માર્ગો ખોલવાનું ચાલુ રાખીશ.’’