પ્રતિક તસવીર

લંડનમાં ક્લબ અને બારની મુલાકાત લેનારા લોકોના પીણામાં ડ્રગ કે અન્ય કોઇ પ્રકારના કેમિકલની ભેળસેળ (સ્પાઇકિંગ) કરવામાં આવતી હોવાના વ્યાપક બનાવો બાદ પોલીસે જો આવા ચિહ્નો જોવા મળે તો તુરંત પોલીસને તેની જાણ કરવા વિનંતી કરી છે.

લંડનને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો અંતર્ગત લોકોને નુકસાનથી બચાવવા અને અપરાધનો ભોગ બનેલા લોકોને ટેકો આપવા માટે મેટની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ અપીલ કરાઇ છે.

મેટ પોલીસ સ્ટેમ્પ આઉટ સ્પાઇકિંગ અને ડ્રિંકવેર તેમજ સમગ્ર રાજધાનીમાં બાર અને ક્લબ સહિત નિષ્ણાત સખાવતી સંસ્થાઓ સાથે નજીકથી કામ કરીને સ્પાઇકિંગનો સામનો કરવા માટે કામ કરી રહી છે.

મેટ લંડનના સેફર બિઝનેસ નેટવર્ક સાથે પણ ભાગીદારી ધરાવે છે, જેણે 2023-2024માં 850 સ્થળોએ તાલીમ આપી હતી. આ તાલીમ સ્ટાફને શિકાર કરતા લોકોને શોધવામાં મદદ કરે છે અને જો ગ્રાહકો તેમને કહે કે તેઓ અથવા તેમના મિત્રને સ્પાઇક કરવામાં આવ્યા છે તો શું કરવું તે જાણવામાં મદદ કરે છે.

સેન્ટ્રલ લંડનમાં તાજેતરમાં એક સ્થળે પીણાની શંકાસ્પદ છેડછાડ કરાઇ હોવાના અહેવાલો બાદ કથિત શંકાસ્પદની ધરપકડ કરી એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

11 મે શનિવારના રોજ મેટ પોલીસ દ્વારા શેર કરાયેલ ડેટામાં, સરેરાશ 60% સ્પાઇકિંગ કેસ લાઇસન્સવાળા સ્થળોએ થયા હતા. 65% રિપોર્ટ સાંજના 6 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે થયા છે. નોંધાયેલા કેસોમાંથી ભોગ બનેલા લોકોમાં 60% સ્ત્રીઓ અને 40% પુરૂષો હતા, જેમાં વેસ્ટમિન્સ્ટરમાં સૌથી વધુ અહેવાલો નોંધાયા છે.

વેપ્સમાં ગેરકાયદેસર દવાઓમાં વધારો જોયા પછી પોલીસ અધિકારીઓએ વેપ શેર કરતા લોકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

સ્પાઇક કર્યા હોય તેમને મૂંઝવણ, ઉબકા/ઉલ્ટી, આભાસ અને પેરાનોઇયા, દિશાહિનતા, નબળું સંકલન, અને બેભાન થવાના લક્ષણો જણાઇ શકે છે. જો તમને લાગતું હોય કે તમે અથવા કોઈ મિત્રને સ્પાઇક કરવામાં આવ્યા છે, તો સ્ટાફ અથવા સુરક્ષા કરતા ગાર્ડને ચેતવણી આપો અને ઇમરજન્સી કૉલ 999 પર ફોન કરો.

LEAVE A REPLY