ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ સોમવારે બસ ભાડામાં 25 ટકાનો વધારો કર્યો કર્યો હતો. રાજ્યમાં સરકારી બસના ભાડામાં આશરે 10 વર્ષ પછી વધારો થયો છે. અગાઉ 2014માં ભાડામાં વધારો કરાયો હતો. એસટી નિગમની બસમાં રાજ્યમાં દરરોજ 10 લાખ લોકો મુસાફરી કરે છે.

48 કિમી સુધી એક રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 31 જુલાઈથી અમલી બન્યો હતો. લોકલ બસના ભાડામાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે હાલ લોકલ બસનું ભાડુ 64 પૈસા પ્રતિ કિમી છે. એક્સપ્રેસ બસના ભાડામાં 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નોન એસી સ્લીપર બસના ભાડામાં 77 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

GSRTCના મેનેજિંગ ડાયરેક્ટર એમ કે ગાંધીએ જણાવ્યું હતું કે, ST દ્વારા છેલ્લા દસમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અન્ય રાજ્યોની સરખામણીમાં GSRTCની બસનું ભાડુ ઓછુ છે. 10 વર્ષ બાદ ભાડામાં 20થી 25 ટકા વધારો કરવામાં આવ્યો છે. હાલ એસટી બસનું મિનિયમ ભાડ 7 રૂપિયા છે, જે હવે 9થી 9.50 રૂપિયા થઈ જશે.

LEAVE A REPLY