Rishi Sunak mourning the demise of Ram Bapa
પૂ. રામબાપા

પૂ. રામ બાપાના નિધનના સમાચાર જાણીને વડાપ્રધાન ઋષિ સુનકે શોક સંદેશ મોકલ્યો હતો તો અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ભક્તો છેક ન્યૂયોર્ક, દુબઈ, જર્મની, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ અને યુગાન્ડાથી પધાર્યા હતા.

પૂ. રામ બાપાને અંજલિ આપવા પૂજ્ય મોરારી બાપુ, શ્રી ચંદ્ર સ્વામી ઉદાસીન અને સ્વામી પ્રેમ વિવેકાનંદ (સાધના કેન્દ્ર આશ્રમ, દેહરાદૂન), પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સ્વામી ગોવિંદ દેવ ગીરીજી મહારાજ (અયોધ્યા રામ જન્મ ભૂમિ), શ્રી મહંત જ્ઞાનદેવ મહારાજ (અખિલ ભારતીય સંત સમિતિ)એ વિડિયો સંદેશા મોકલ્યા હતા.

લોર્ડ ડોલર પોપટે પ્રાથના સભામાં વક્તવ્ય આપી પૂ. બાપાને અંજલિ આપી હતી તો રશ્મિભાઇ ચતવાણી તથા રજનીભાઈ ખીરોયા (જલારામ મંદિર) સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદજી (હરિદ્વાર), હરે કૃષ્ણ મંદિર, વોટફોર્ડ, સ્વામી સ્વરૂપાનંદ (ચિન્મય મિશન), સ્વામી ચિદાનંદ સરસ્વતીજી (પરમાર્થ નિકેતન), સ્વામી રામદેવજી અને બાલકૃષ્ણજી (પતંજલિ યોગપીઠ), શ્રી ચેતન જ્યોતિ આશ્રમ (હરિદ્વાર), સંત લોકેશ મુનિજી (જૈન સમાજ ભારત), કૃષ્ણા દીદી (સાધુ વાસવાણી સેન્ટર, પુણે), મથુરાદાસ બાપુ (ગુજરાત), શાસ્ત્રી રાજુભાઈ (મથુરા), ડો રમેશ પટ્ટણી OBE, અમરજીત સિંહ (ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓન એન્ટરપ્રેન્યોરશિપ)એ શોક સંદેશ મોકલ્યા હતા.

LEAVE A REPLY

twenty − twelve =