Sunak has a strong hold on the government
(Photo by Peter Summers/Getty Images)

ઋષિ સુનક વડાપ્રધાન બનવાની રેસમાં હજુ પણ પાછળ છે. પરંતુ તા. 6 ના રોજ એક ટેલિવિઝન ચર્ચામાં તેમણે હરીફ લિઝ ટ્રસને સ્તબ્ધ કરી દીધા હતા.

‘સ્કાય ન્યૂઝ’ પર ‘બેટલ ફોર નંબર 10’ કાર્યક્રમમાં ઋષિ સુનક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રુસે પોતપોતાની દલીલો કરી હતી. આ ચર્ચામાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ દર્શક તરીકે હાજરી આપી હતી. મોટાભાગના પ્રેક્ષકોએ હાથ ઉંચા કરીને ઋષિ સુનકને આ ડિબેટનો વિજેતા કહ્યા હતા.