(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

ઇન્ડિયન અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 6 મેએ તેમના ત્રીજા સ્પેશ મિશન માટે સજ્જ બન્યાં છે. તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેલિપ્સો મિશનનો ભાગ બનશે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આ મિશન માટે બે વરિષ્ઠ વૈજ્ઞાનિકો બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સની પસંદગી કરાઈ છે. હાલમાં, સુનિતા બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પાઇલટ તરીકે તાલીમ લઈ રહ્યાં છૈ. બોઇંગનું સ્ટારલાઇનર અવકાશયાન 6 મેના રોજ રાત્રે 10:34 કલાકે એલાયન્સ એટલાસ વી રોકેટ પર લોન્ચ કરાશે.

બંને યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં બે સપ્તાહ સુધી રહેશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાસ્તવમાં, અગાઉ આ અવકાશયાન જુલાઈ 2022માં રવાના થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે, તે એક વર્ષ માટે મોકૂફ રખાયું હતું.

ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સની જૂન 1998માં અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં પસંદગી થઈ હતી. 9 ડિસેમ્બર, 2006ના રોજ, સુનિતા વિલિયમ્સ પ્રથમ વખત અવકાશમાં ગયા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવેલું 14મું શટલ ડિસ્કવરી સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી તેની બીજી અવકાશ યાત્રા 2012માં શરૂ થઈ. ત્યારબાદ તેણે રશિયન રોકેટ સોયુઝ TMA-05M પર કઝાખિસ્તાનના બૈકોનુરથી ઉડાન ભરી હતી.

સુનીતા વિલિયમ્સ અવકાશ યાત્રાની દુનિયામાં જાણીતું નામ છે. તેમની અવકાશ યાત્રા ડિસેમ્બર 2006માં એક્સપિડિશન 14/15 સાથે શરૂ થઈ હતી. STS-116 ના ક્રૂ સાથે ફ્લાઇટ એન્જિનિયર તરીકે તેણે ઉડાન ભરી હતી. ચાર સ્પેસવોકમાં તેમણે કુલ 29 કલાક અને 17 મિનિટનો સમય વિતાવ્યો અને એક મહિલા તરીકે તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.

LEAVE A REPLY

2 × 3 =