કોરોના મહામારી વચ્ચે આ વર્ષે પૂજ્ય સ્વામીના 69માં જન્મદિનની ઉજવણી વૈશ્વિક આરોગ્ય અને હીલિંગ માટેની પ્રાર્થના અને પ્રાંત યજ્ઞ સાથે થઈ હતી.

દયા અને સેવાના 69 વર્ષનું સન્માન તથા જૂન 2022માં 70મા જન્મદિન તરફ દોરી જતી એક વર્ષની ઉજવણીનો ખાસ પ્રારંભ

પૂજ્ય સ્વામીજીનું જીવનસૂત્ર “ઇશ્વર અને માનવતાની સેવા” છે. 3 જૂન 2021નો દિવસ આ ધરતી પર પૂજ્ય સ્વામીજીની હાજરીના સન્માનનો શુભ દિવસ છે. આજનો દિવસ પૂજ્ય સ્વામીના અવિશ્વસનીય જીવન તથા તેમના સેવાકાર્ય અને દિવ્ય દૃષ્ટાંતની મજબૂત વૈશ્વિક અસરની ઉજવણી કરવાનો પણ દિવસ છે. સૌના કલ્યાણ માટે નિસ્વાર્થ સમર્પણ સાથે પૂજ્ય સ્વામીજી સંખ્યાબંધ સેવા કાર્યક્રમના વડા, માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.

વૈશ્વિક આરોગ્ય અને પર્યાવરણ જાળવણી માટે પવિત્ર યજ્ઞ

કોરોના મહામારી વચ્ચે આ વર્ષે પૂજ્ય સ્વામીના 69માં જન્મદિનની ઉજવણી વૈશ્વિક આરોગ્ય અને હીલિંગ માટેની પ્રાર્થના અને પ્રાંત યજ્ઞ સાથે થઈ હતી. આ શુભપ્રસંગે પૃથ્વી અને કુદરતને બચાવવાની ખાસ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી, જે પૂજ્ય સ્વામીજીના જીવન અને બોધવચનોના મુખ્ય સિદ્ધાંત છે. આ ઉજવણીમાં વિશ્વભરના લોકો દ્વદય અને ભાવના સાથે ભાગીદાર બને તે માટે પરમાર્થ નિકેતનની સોસિયલ મીડિયા સાઇટ પર લાઇવ-સ્ટ્રીમ પ્રસારણ થયું હતું.

ગૌપૂજા, વૃક્ષારોપણ અને ગંગાસ્નાન

આ પછી પૂજ્ય સ્વામીજીએ પરમાર્થ નિકેતન આશ્રમની ગૌશાળામાં ખાસ ગૌપૂજા કરી હતી તથા વિશેષ વૃક્ષારોપણ કર્યું હતું, જે પર્યાવરણની સુરક્ષા અને તમામ જીવસૃષ્ટીની સેવા માટેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. પૂજ્ય સ્વામીજીએ ત્રણ વૃક્ષ ‘પીપળો, પાકડ અને બારગડ Peepal’, ‘Pakad’ and ‘Bargad’ના સંયોજન સમાન “પવિત્ર વૃક્ષ” નું જલસિંચન કર્યું હતું, જે સંદેશ આપે છે કે આપણે વધુ અને વધુ વૃક્ષના ઉછેર માટે સાથે મળીને કામ કરવાનો આ સમય છે. પૂજ્ય સ્વામીજીએ આપણને યાદ અપાવ્યું હતું કે વૃક્ષો આપણા વિશ્વના ખરા સાતત્યપૂર્ણ ઓક્સિજન પ્લાન્ટ છે.
આ પછી સ્વામીજીએ પવિત્ર ગંગાસ્નાન કર્યું હતું તથા વિશ્વભરના લોકોને પવિત્ર ગંગા નદીનું રક્ષણ કરવાનો તથા વિશ્વભરમાં જળસંચય કરવાની પ્રેરણા આપી હતી.

ભંડારો, નિશુલ્ક ભોજન અને તમામ માટે ભક્તિ

તમામની સેવાની ભાવના ચાલુ રાખીને સ્વામીજીએ પરમાર્થ ગંગા ઘાટ પરના આશ્રમના સંકુલમાં તમામ રિશીકુમાર, સાધુ, સંત, યાત્રાળુ અને ભક્તોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. આ પવિત્ર સાંજે લોકડાઉન દરમિયાન આશ્રમમાં રહેતા ભક્તોએ સુંદર ભક્તિસંગીત અને ભક્તિ સાથે ઉજવણી કરી હતી.

સ્પેશિયલ હાઇ લેવલ બર્થ-ડે ઇન્ટરફેઇથ વેબિનાર

સાંજે જાણીતી હસ્તીઓ અને વડાઓ સાથે સ્પેશિયલ હાઇ લેવલ બર્થ-ડે ઇન્ટરફેઇથ વેબિનાર યોજાશે. વેબિનારનો પ્રારંભ મહામારીમાં જીવ ગુમાવનારા લોકોના પવિત્ર આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને શક્તિ મળે તે માટે એક મિનિટનું મૌન રાખીને પ્રાર્થના સાથે થશે. આ પ્રાર્થના વાઇરસથી બિમાર થયેલા લોકોની તંદુરસ્તી તથા હાલના પડકારજનક સમય દરમિયાન નિસ્વાર્થ સેવા કરતાં કરુણા વોરિયર, કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને સમર્પિત કરાશે.
પ્રાર્થના બાદ પૂજ્ય સ્વામીજીના દિવ્ય જીવનનું સન્માન કરીને જાણીતા વડાઓ, ધાર્મિક વડાઓ અને હસ્તીઓ આશીર્વચન આપશે તથા પ્રેમનો સંદેશ આપશે.આ પ્રસંગે મધર અર્થ અને મધર નેચરની સુરક્ષા, સવર્ધન અને સેવાની નવેસરની પ્રતિબદ્ધતા સાથે પર્યાવરણ માટે પ્રતિક્ષા લેવામાં આવશે. આ ઉજવણી પૂજ્ય સ્વામીજીના આગામી વર્ષે 70માં જન્મદિન તરફ દોરી જતી તેમના જીવનસેવાની એક વર્ષ લાંબી ઉજવણીનો પ્રારંભ છે.