(Photo by PAWAN SHARMA/AFP via Getty Images)

ભારતના ઐતિહાસિક સ્મારક તાજમહેલના ઇતિહાસની હકીકતની તપાસ કરવાની અને સત્ય જાણવા માટે તેના 22 રૂમ ખોલવાની માગણી સાથે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ભાજપના અયોધ્યા યુનિટના મીડિયા ઇનચાર્જ રજનીશ સિંહે દાખલ કરી છે.

આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલના ઉપરના માળે બંધ 20 રૂમમાં ભગવાન શિવની મૂર્તિઓ અને શિલાલેખ રાખવામાં આવ્યા છે. તાજમહેલને તેજો મહેલ કહેનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભૂતકાળમાં અયોધ્યાના પરમહંસ દાસે તાજમહેલમાં ભગવાન શિવની પિંડી હોવાનો દાવો કર્યો હતો.

અરજીમાં દાવો કરાયો છે કે તાજમહેલમાં એક જૂનું શિવ મંદિર છે. મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તાજમહેલની અંદર શિવ મંદિરના શિલ્પો અને શિલાલેખો છુપાયેલા છે. આ મહત્વપૂર્ણ ઐતિહાસિક પુરાવાઓ આજે પણ તાજમહેલમાં મોજૂદ છે. જો તેને શોધવામાં આવે તો મળી શકે છે. તેમણે આ પુરાવા શોધવા માટે કોર્ટને નિર્દેશ આપવાની માંગ કરી છે.
અરજદારે દાવો કર્યો છે કે તાજમહેલની ચાર માળની ઈમારતના ઉપરના ભાગમાં 22 રૂમ છે. જે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. અરજીકર્તાએ એએસઆઈને તાજમહેલ સંકુલના બંધ રૂમના દરવાજા ખોલવાની માંગ કરી છે. તેઓ દાવો કરે છે કે આ રૂમમાં ભગવાન શિવની મૂર્તિઓ શિલાલેખ અને મહત્વપૂર્ણ પુરાવા છે. જે જણાવે છે કે તાજમહેલ પહેલા અહીં ભગવાન શિવનું મંદિર હતું. તેમણે દાવો કર્યો છે કે ઈતિહાસકારોએ પણ સ્વીકાર્યું છે કે અહીં ભગવાન શિવનું મંદિર છે.

અરજદાર ડૉ. રજનીશ કુમાર સિંહે દલીલ કરી છે કે તાજમહેલ એક પ્રાચીન સ્મારક છે અને સ્મારકની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેના વિશેની સાચી અને સંપૂર્ણ ઐતિહાસિક હકીકતોને લોકો સમક્ષ લાવવી જોઈએ