(Photo by Oli Scarff/Getty Images)

કોવિડ-19ની અસરના કારણે બ્રિટનમાં કામચલાઉ નોકરીની શોધ કરતા લોકોની સંખ્યા ટોચ પર પહોંચી ગઇ છે અને કાયમી નોકરીની શોધ કરતા લોકોની સંખ્યા 2008 કરતા પણ વધુ નોંધાઇ છે. રીક્રુટમેન્ટ કંપનીઓના જણાવ્યા મુજબ દેશભરમાં નોકરીઓની ખોટ જણાઇ રહી છે અને તેમની પાસે સીવીના ઢગલા થયા છે.

રીક્રુડમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટ કન્ફેડરેશન (આરઈસી) અને એકાઉન્ટન્સી ફર્મ કેપીએમજીએ જણાવ્યું હતું કે 1997માં રેકોર્ડ્સ શરૂ થયા પછી જુલાઈમાં કામચલાઉ કામ શોધતા લોકોની સંખ્યા સૌથી ઝડપી ગતિએ વધી હતી. દેશભરની કંપનીઓ દ્વારા નોકરીઓમાં કપાત કરતા અને રીડન્ડન્સી વધતા નોકરી માંગતા લોકોની સંખ્યા વધી રહી છે.

આરઇસી દ્વારા સંકલિત કામચલાઉ નોકરી માંગતા લોકોનો ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 48 હતો પણ આજે તે આંક 85ની સપાટીએ પહોંચી ગયો છે. માન્ચેસ્ટરમાં એક રેસ્ટોરન્ટમાં રિસેપ્શનિસ્ટની જગ્યા માટે 1,000 લોકોએ અરજી કરી હતી અને લિવરપૂલમાં ‘ઓલ બાર વન’માં એક નોકરી માટે 500થી વધુ સીવી આવ્યા હતા. સરકાર તેની ફર્લો યોજના પાછી ખેંચશે પછી બેરોજગારી વધારે પ્રમાણમાં વધશે.