(istockphoto.com)

ભારત સરકારે ગુરુવારે દેશભરના સ્માર્ટફોન યુઝર્સને ઇમર્જન્સી એલર્ટનો મેસેજ મોકલીને ઇમર્જન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. દેશભરના મોબાઇલ ફોન વપરાશકર્તાઓને જોરથી બીપ અને ફ્લેશ પ્રાપ્ત થઈ હતી, જેમાં ‘ઇમર્જન્સી એલર્ટ: સિવિયર’ લખવામાં આવ્યું હતું.

આ મેસેજ રાષ્ટ્રવ્યાપી ઇમર્જન્સી એલર્ટ સિસ્ટમનો એક ભાગ છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ઇમર્જન્સી દરમિયાન જાહેર સુરક્ષામાં વધારો કરવા અને સમયસર એલર્ટ આપવા માટે આ સિસ્ટમનો અમલ કરી રહી છે.

દૂરસંચાર વિભાગ (C-DOT)એ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા જિયો અને BSNLસબ્સ્ક્રાઇબર્સને આજે બપોરે લગભગ 1:30 વાગે  ફ્લેશ મેસેજ મોકલ્યો હતો. તેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે આ એક પરીક્ષણ છે અને કોઇ પગલાં લેવાની જરૂર નથી.

સ્માર્ટફોન યુઝર્સને મોકલવામાં આવેલા ફ્લેશ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી રાષ્ટ્રવ્યાપી ઇમર્જન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવા અને કટોકટી દરમિયાન સમયસર ચેતવણીઓ પ્રદાન કરવાનો છે.

દૂરસંચાલ વિભાગની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના જણાવ્યા મુજબ આવા પરીક્ષણો સમયાંતરે વિવિધ પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે. મોબાઇલ ઓપરેટરોની ઇમર્જન્સી વોર્નિંગ બ્રોડકાસ્ટ ક્ષમતા તથા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ્સની કાર્યક્ષમતા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે આવા ટેસ્ટિંગ કરાશે.

C-DOTના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી હાલમાં માત્ર વિદેશી વિક્રેતા મારફત જ ઉપલબ્ધ છે અને તેથી C-DOT ઇન-હાઉસ ધોરણે આ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. સેલ બ્રોડકાસ્ટ ટેક્નોલોજી વિકાસ હેઠળ છે. તે NDMA દ્વારા આપત્તિ સમયે સીધા જ મોબાઈલ ફોનની સ્ક્રીન પર ચેતવણીઓ મોકલવા માટે લાગુ કરવામાં આવશે. હાલમાં તેનું Jio અને BSNL નેટવર્ક પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

 

LEAVE A REPLY

six + 16 =