બફર સ્ટોકમાં વધારો કરવા માટે સરકારની એજન્સી નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF)એ ચાર દિવસમાં સીધા ખેડૂતો પાસેથી પ્રતિ ક્લિન્ટલના રૂ.2,410ના ભાવે 2,826 ટન ડુંગળીની ખરીદી કરી હતી. ફેડરેશનને મોટાભાગની ખરીદી મહારાષ્ટ્રમાંથી કરી હતી.

સરકારે આ વર્ષે ડુંગળીના બફર સ્ટોકનો લક્ષ્યાંક 3 લાખ ટનથી વધારી 5 લાખ ટન કર્યો છે. નિકાસ નિયંત્રણોને પગલે ખેડૂતો ગભરાટભરી વેચવાલી ન કરે તે માટે સરકારે બે સહકારી સંસ્થાઓ NCCF અને નાફેડ પ્રત્યેકને સીધા ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂ.2,410 ભાવે 1 લાખ ટનની ખરીદી કરવાની તાકીદ કરી છે. બંને સહકારી એજન્સીઓ જથ્થાબંધ અને છૂટક બજારોમાં ડુંગળીનું વેચાણ પણ કરી રહી છે, જેથી રિટેલ ભાવને અંકુશમાં રાખી શકાય. હાલમાં દિલ્હીમાં ડુંગળીના ભાવ કિગ્રા દીઠ રૂ.60ની આસપાસ છે.

LEAVE A REPLY

thirteen + six =