પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશમાં જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડના આંકડાને વટાવી ગઈ છે, જેમાં 56 ટકા ખાતા મહિલાઓના  છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરીને તેને મહત્ત્વનું સીમાચિહ્ન ગણાવ્યું હતું. કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હું કે આમાંથી 67 ટકા એકાઉન્ટ ગ્રામીણ અને અર્ધશહેરો વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. જનધન એકાઉન્ટમાં કુલ ડિપોઝિટ આશરે રૂ.2.03 લાખ કરોડથી વધુ છે, જ્યારે આ એકાઉન્ટ્સ સાથે 34 કરોડ રૂપે કાર્ડ નિશુલ્ક જારી કરાયા છે. મોદી સરકારે 2014માં જનધન બેન્ક એકાઉન્ટનું અભિયાન ચાલુ કર્યું હતું.

LEAVE A REPLY