Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

સુપ્રીમ કોર્ટે  માહિતી અધિકાર ધારા, 2005 (આરટીઆઇ)ની જોગવાઈઓનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચોને તાકીદ કરી છે. જાહેર સત્તાવાળા દ્વારા માહિતીની સુઓ મોટો જાહેરાત અંગે કોર્ટે ખાસ સૂચના આપી છે.

સર્વોચ્ચ અદાલતે માહિતી અધિકાર ધારાની જોગવાઈના અસરકારક અમલીકરણની માંગ કરતી અરજી પરની સુનાવણી કરતાં આ ચુકાદો આપ્યો હતો. આ ધારાની જોગવાઈ હેઠળ જાહેર સત્તાવાળાઓને તેમની કામગીરી વિશેની મહત્વપૂર્ણ માહિતી પોતાની રીતે એટલે કે સુઓ મોટો જાહેર કરવી પડે છે. અરજદાર કિશન ચાંદ જૈને આરટીઆઇ ધારાની કલમ 4 હેઠળના અસરકારક અમલીકરણની માગણી કરી હતી. આ કલમ જાહેર સત્તાવાળાની ફરજ સંબંધિત છે

મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું કે જાહેર જવાબદારી એક નિર્ણાયક પરિબળ છે, જે સરકાર અને જનતા વચ્ચેના સંબંધો નક્કી કરે છે. સત્તા અને જવાબદારી એકસાથે ચાલે છે. તમામ નાગરિકોને માહિતી અધિકાર ધારાની કલમ 3 હેઠળ માહિતી મેળવવાનો અધિકાર છે, જ્યારે માહિતી આપવી તે જાહેર સત્તાવાળાની જવાબદારીના સ્વરૂપમાં કલમ 4 હેઠળની ફરજ છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે અમે આદેશ આપીએ છીએ કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ ઇન્ફર્મેશન કમિશન ધારાની કલમ 4ના આદેશના અમલીકરણ પર સતત દેખરેખ રાખે છે. માહિતી અધિકાર ધારાની કલમ 4 જાહેર સત્તાવાળાઓની જવાબદારીઓ સંબંધિત છે.

 

 

LEAVE A REPLY

eight + 1 =