WASHINGTON, DC - JULY 31: White House Chief of Staff Mark Meadows speaks during a news briefing at the James Brady Press Briefing Room of the White House July 31, 2020 in Washington, DC. Meadows spoke on the new COVID-19 stimulus package that is being negotiated on Capitol Hill. (Photo by Alex Wong/Getty Images)

વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે સોમવારે કહ્યું હતું કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સમયસર યોજાશે. તેમણે કહ્યું કે 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને તેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે જો 100% મતદાન પોસ્ટલ વોટથી કરવામાં આવે છે, તો પરિણામ સમયસર મળશે નહીં.

અગાઉ ટ્રમ્પે ચૂંટણી મુલતવી રાખવાના સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે પોસ્ટલ વોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ ચૂંટણીઓ ઇતિહાસની સૌથી બોગસ ચૂંટણીઓ હશે. જો કે બાદમાં તેણે આ વાતનો ઇનકાર કર્યો હતો.
મીડોઝે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે ઉઠાવેલા પોસ્ટલ વોટ મુદ્દા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પે ફક્ત પોસ્ટલ વોટને લઈને તેમની ચિંતા લોકો સમક્ષ રાખી હતી. તેઓ એમ પણ માને છે કે દેશમાં ચૂંટણી સમયસર થવી જોઇએ.

મીડોઝે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટલ વોટ અંગે ચિંતા કરવી વાજબી છે. જો આપણે આ રીતે 100% મતદાન કરીશું તો પછી મતદાનના પરિણામો આવવામાં સમય લાગશે. હું તો કહું છું કે આપણે 1 જાન્યુઆરી સુધી પરિણામ જાહેર નહિ કરી શકીએ. મીડોઝ પહેલા પ્રેસિડેન્શિયલ કેમ્પેઈનના એડવાઇઝર જેસન મિલરે રવિવારે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સમયસર યોજાશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું જ ઇચ્છે છે.

ટ્રમ્પે ગત ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવાનું સૂચન કર્યું હતું. તેમણે ચૂંટણીમાં પોસ્ટલ વોટથી વોટીંગમાં ગરબડ થવાની આશંકા દર્શાવી હતી. ત્યારબાદથી ટ્રમ્પની ટીકા થઇ રહી છે. આ અંગે વિપક્ષ ડેમોક્રેટિકની સાથે તેમના જ પક્ષના અનેક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે પોતાનો બચાવ કરતાં કહ્યું કે તેઓ ચૂંટણી મુલતવી રાખવા માંગતા નથી, પરંતુ ફેક મતોથી બચવા માંગે છે.