સ્કાય ન્યૂઝે ઋષિ સુનક અને લિઝ ટ્રસે ભાગ લેવાનો ઇનકાર કર્યા બાદ ટોરી લીડરશીપ ડીબેટ રદ કરી હતી.

સ્કાય ન્યૂઝે જણાવ્યું હતું કે “કંઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વના ઉમેદવારો વચ્ચે સ્કાય ન્યૂઝ પર મંગળવારે સાંજે યોજાયેલી લાઇવ ટેલિવિઝન ચર્ચા રદ કરવામાં આવી છે. ભવિષ્યમાં સ્કાય ન્યૂઝ ટેલિવિઝન ચર્ચાઓમાં ભાગ લેવા માટે બંનેનું ખૂબ સ્વાગત કરશે.”

કન્ઝર્વેટિવ સાંસદોને આવી ચર્ચાઓથી ઈમેજને થતા નુકસાન અંગે ચિંતા થઇ રહી હોવાનું કહેવાય છે. જે કન્ઝર્વેટિવ પાર્ટીના, પક્ષમાંના મતભેદો અને વિભાજનનો પર્દાફાશ કરે છે.