Getty Images)

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું અસ્ટ્રાજેનેકાની વેક્સીન ફેઝ-3ના ટ્રાયલ પર પહોંચી ગઈ છે. ઝડપથી ફેઝ-3ની બીજી વેક્સીનની સાથે જ તેને પણ અનુમતી મળશે. અમે એ કામ કરી રહ્યાં છે, જેને લોકો અશકય માનતા હતા.

અસ્ટ્રાજેનેકાની વેક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસચર્સે વિકસિત કરી છે. કંપનીએ કહ્યું કે ફેઝ-3ના ટ્રાયલમાં અમેરિકામાં 80 જગ્યાઓએ લગભગ 30 હજાર વોલેન્ટિયરોને સામેલ કરવામાં આવશે. અમેરિકામાં બે કંપનીઓ મોડર્ના અને ફાઈઝરની વેક્સીન પણ ફેઝ-3ના ટ્રાયલ પર છે. બંને કંપનીઓ 30 હજાર વોલેન્ટિયર પર ટ્રાયલ કરી રહી છે.

જાપાને કોરોના મહામારી સામે લડવા માટે ભારત માટે ઈમરજન્સી લોન વધારી છે. જાપાને સોમવારે કહ્યું કે તેણે 50 અરબ યેન(લગભગ 34 અબજ રૂપિયા)ની ઈમરજન્સી લોન વધારી છે. આ લોન પર વાર્ષિક 0.01 ટકાનું વ્યાજ મળશે અને તે 15 વર્ષ માટે હશે. જાપાનમાં અત્યાર સુધીમાં 67 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 2576 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 1 લાખ 16 હજાર 596 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 939 લોકોના મોત થયા છે. દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યા 437 છે. અત્યાર સુધીમાં 95 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યા છે. મહામારીના કારણે દેશમાં બેરોજગારી વધી ગઈ છે. ફેબ્રુઆરીમાં અહીં બેરોજગારી દર 3.9 ટકા હતો, તે હવે વધીને 20.7 ટકા થયો છે. તેના પગલે પણ લોકો નેતન્યાહૂ સરકારથી નારાજ છે.

બ્રાઝીલમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1.21 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સતત પાંચમો દિવસ છે, જેમાં મોતનો આંકડો એક હજારથી ઓછો રહ્યો છે. અહીં એક દિવસમાં 45 હજાર 961 નવા કેસ આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 39 લાખથી વધુ લોકો સંક્રમિત છે. અહીં સૌથી વધુ પ્રભાવિત સાઓ પાઉલોમાં મોતનો આંકડો 30 હજારને વટાવી ગયો છે.